પાકિસ્તાનમાં ભળતા આ રાજ્યને કેવી રીતે એક રાણીએ બચાવ્યું હતું ? જાણો સંપૂર્ણ કહાની

ભાગલા વખતે રેડક્લિફે ટિપેરા જિલ્લા અને નોઆખલીનો મોટો ભાગ પાકિસ્તાનને આપ્યો હતો. આ સિવાય ચિત્તાગોંગનો પહાડી વિસ્તાર પણ પાકિસ્તાનમાં ગયો હતો. જ્યારે અહીંની 97 ટકા વસ્તી બૌદ્ધ ધર્મના અનુયાયીઓની હતી. જે ભારતમાં જોડાવા માંગતા હતા. તો બીજી તરફ મુસ્લિમ લીગ ત્રિપુરાને પાકિસ્તાન સાથે જોડવા માટે પ્રયત્નો કરી રહી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, ત્રિપુરા કેવી રીતે ભારતમાં ભળી ગયું.

પાકિસ્તાનમાં ભળતા આ રાજ્યને કેવી રીતે એક રાણીએ બચાવ્યું હતું ? જાણો સંપૂર્ણ કહાની
Tripura
| Updated on: Sep 10, 2024 | 6:15 PM

આઝાદી પહેલા જ રજવાડાઓને લઈને ગડમથલ શરૂ થઈ ગઈ હતી. ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા ત્રિપુરા રાજ્યમાં એ સમયે માણિક્ય વંશનું શાસન હતું. બીર બિક્રમ કિશોર દેબ બર્મન ત્યાંના રાજા હતા. અંગ્રેજો આજના ત્રિપુરાને હિલ ટીપેરા તરીકે ઓળખતા હતા. આ ઉપરાંત ટિપેરા જિલ્લાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલા ઉદયપુર તેની રાજધાની હતી. ત્યારબાદ 18મી સદીમાં જૂના અગરતલા અને 19મી સદીમાં અગરતલા નામના નવા શહેરને રાજધાની બનાવવામાં આવી. ત્યારે ત્રિપુરાના રાજાઓએ નોઆખલી અને સિલ્હેટ જેવા આસપાસના વિસ્તારોમાંથી પણ જમીનદારી વસૂલતા હતા. જેનો એક ભાગ અંગ્રેજોને જતો હતો. ભાગલા વખતે રેડક્લિફે ટિપેરા જિલ્લા અને નોઆખલીનો મોટો ભાગ પાકિસ્તાનને આપ્યો હતો. આ સિવાય ચિત્તાગોંગનો પહાડી વિસ્તાર પણ પાકિસ્તાનમાં ગયો હતો. જ્યારે અહીંની 97 ટકા વસ્તી બૌદ્ધ ધર્મના અનુયાયીઓની હતી અને આ લોકો ભારતમાં જોડાવા માંગતા હતા. તો બીજી તરફ મુસ્લિમ લીગ ત્રિપુરાને પાકિસ્તાન સાથે જોડવા માટે 1947ની શરૂઆતથી જ પ્રયત્નો કરી રહી હતી. જેના કારણે રમખાણોનું વાતાવરણ ઊભું થયું. જેના કારણે લોકો આ વિસ્તાર છોડીને...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો