સિમેન્ટ વગર કેવી રીતે બંધાયો તાજમહેલ ? યમુના નદીના કારણે 400 વર્ષથી ઉભો છે અડિખમ

તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે, તેમ છતાં તે 400 વર્ષથી અડિખમ ઉભો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે.

સિમેન્ટ વગર કેવી રીતે બંધાયો તાજમહેલ ? યમુના નદીના કારણે 400 વર્ષથી ઉભો છે અડિખમ
Taj mahal
Follow Us:
| Updated on: Oct 12, 2024 | 7:10 PM

દુનિયાની સાત અજાયબીઓમાંનો એક ગણાતો તાજમહેલ તેની અનોખી સુંદરતા અને સ્થાપત્ય માટે ફેમસ છે. તે 17મી સદીમાં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો. તાજમહેલના નિર્માણમાં એક ખાસ પ્રકારની આર્કિટેક્ચર અને ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેને માત્ર સુંદર જ નહીં પણ એટલો મજબૂત પણ બનાવે છે કે તે સદીઓથી ટકી રહ્યો છે.

આરસથી બનેલી આ ઈમારતને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે અને જે રીતે તે 400 વર્ષથી અડિખમ ઉભો છે, તેની યમુના નદીનું પાણી મોટું યોગદાન છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે.

તાજમહેલનું નિર્માણ 1631 થી 1648 વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. તે સમયે સિમેન્ટ દુનિયામાં આવી નહોતી. સિમેન્ટની શોધ 1824માં થઈ હતી. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે તાજમહેલનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હશે ? કારણ કે તાજમહેલ આજે પણ અડિખમ ઉભો છે. સિમેન્ટની બનેલી ઈમારતો પણ આટલી મજબૂત નથી હોતી. એવું કહેવાય છે કે આ પ્રાચીન ઈમારતને બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

HDFC બેંકમાંથી 5 વર્ષ માટે 15 લાખની લોન લેવા પર EMI કેટલું આવશે?
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે
આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?

તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું ?

તાજમહેલ આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. જ્યારે શાહજહાંએ તાજમહેલ માટે આ સ્થળ પસંદ કર્યું ત્યારે અહીં યમુનાનો વેગ ઘણો વધારે હતો. એવું કહેવાય છે કે તે સમયે યમુના નદી તાજની નજીકથી વહેતી હતી. એટલા માટે તાજમહેલનો પાયો એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે પાણી તેને નુકસાન ન પહોંચાડે. શાહજહાંના દરબારી ઈતિહાસકાર અબ્દુલ હમીદ લાહૌરીએ પાદશાહનામામાં તેનું વર્ણન કર્યું છે. લાહૌરીએ લખ્યું છે કે તાજમહેલ નદીના એકદમ વળાંકના કિનારે બનેલો છે. શાહજહાંએ જાણી જોઈને આ સ્થળ તાજ માટે પસંદ કર્યું હતું જેથી પૂર, તોફાન અને ધોવાણ તેને નુકસાન ન પહોંચાડે. જો કે, તેના બાંધકામ પછી તરત જ તિરાડો દેખાઈ, તેથી ઔરંગઝેબે તેના પાયાનું કામ ફરીથી કરાવ્યું. આમાં લાકડાનો પાયો બનાવવામાં આવ્યો અને પછી ચણતર કરવામાં આવ્યું.

યમુનાનું પાણી બનાવે છે તેને મજબૂત

તાજમહેલના પાયાની સંવેદનશીલતાની પણ વૈજ્ઞાનિક આધાર પર પુષ્ટિ કરવામાં આવી છે. 1990ના દાયકામાં તાજનું સર્વેક્ષણ કરનાર આઈઆઈટી રૂરકીના ભૂતપૂર્વ ડિરેક્ટર એસસી હાંડાએ પુષ્ટિ કરી હતી કે તાજના પાયામાં મહોગની અને એબોની લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ લાકડું ભીનું થાય છે ત્યારે તે સડતું નથી કે બગડતું નથી. પાણી આ લાકડાને વધુ મજબૂત બનાવે છે. તાજના પાયાની બહારની દિવાલ પણ લાકડાની બનેલી છે જે તેને મજબૂત બનાવે છે. આ સિવાય તાજ પાસે યમુનાનો વળાંક પણ તેની રક્ષા કરે છે. હકીકતમાં એવું માનવામાં આવે છે કે નદી જ્યાં વળાંક લે છે ત્યાં તેની ગતિ ધીમી પડી જાય છે.

તાજને નદીના પાણીથી બચાવવા માટે નદીની આસપાસ 42 કૂવા પણ બનાવવામાં આવ્યા હતા. તાજમહેલના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર પ્રિન્સ વાજપેયી કહે છે કે તાજની મુખ્ય કબર ઊંચા પ્લેટફોર્મ પર બનેલી છે. તેનો પાયો એવી રીતે બાંધવામાં આવ્યો છે કે પૂરનું પાણી તેને કોઈ નુકસાન ન પહોંચાડી શકે. કુવાઓ એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તેમને યમુનાના પાણીમાંથી ભેજ મળે. લાકડાને જેટલો ભેજ મેળે છે, તે વધુ મજબૂત બને છે. આ સાથે તાજમહેલનો પાયો પણ મજબૂત રહે છે. આ જ કારણ છે કે આટલા વર્ષો પછી પણ તાજમહેલ અડિખમ ઉભો છે.

પથ્થરોને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો ?

આ વાત થઈ તાજમહેલના પાયાની, પરંતુ હવે તમને સવાલ થતો હશે કે, ઉપરના માળખાને બનાવવા માટે જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો તેને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો હશે ? તાજમહેલના નિર્માણ માટે રાજસ્થાનની મકરાણા ખાણોમાંથી માર્બલ્સ મંગાવવામાં આવ્યા હતા. ફતેહપુર સીકરી, કરૌલી હિંડોન વગેરે સ્થળોએથી લાલ પથ્થર લાવવામાં આવ્યા હતા. તાજમહેલના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રીમાં વિવિધ પ્રકારની ઇંટો, મીઠાના ચૂનાના પત્થર, ટાઇલ્સ, શણ, ગુંદરનો સમાવેશ થતો હતો.

મુખ્ય ઈમારતનું સેન્ટર મજબૂત ઈંટોની ચણતરથી બનેલું છે અને તેને સફેદ આરસ જેવો દેખાવ આપવા માટે હેડર અને સ્ટ્રેચર સિસ્ટમ પર મોટા સફેદ માર્બલ સ્લેબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોળ જેવા દેશી ઘટકો, બેલાગીરી-પાણી, અડદ-દાળ, દહીં, શણ અને કંકરને ચૂનાના મોર્ટાર સાથે ભેળવીને સિમેન્ટિંગ સામગ્રી બનાવવામાં આવી હતી. આ પેસ્ટનો ઉપયોગ ઈંટો અને પથ્થરોને જોડવા માટે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પથ્થરોને જોડવા માટે ઇન્ટરલોકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમમાં પત્થરોને એવી રીતે કાપીને મોલ્ડ કરવામાં આવ્યા હતા કે તેઓ એકસાથે જોડાઈને મજબૂતાઈ પૂરી પાડે. આ સિસ્ટમ પથ્થરોને જોડવા માટે અન્ય કોઈપણ સામગ્રી વગર પથ્થરોને જોડવાની અદ્યતન પદ્ધતિ હતી.

પહેલી વખત સિમેન્ટનો ઉપયોગ ક્યારે શરૂ થયો ?

સિમેન્ટનો સૌપ્રથમ ઉપયોગ 1824માં જોસેફ એસ્પડિન નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે કર્યો હતો. સિમેન્ટની શોધ પોર્ટલેન્ડમાં થઈ હોવાથી તેને પોર્ટલેન્ડ સિમેન્ટ નામ આપવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ સિમેન્ટ ફેક્ટરીની સ્થાપના વર્ષ 1904માં ગુજરાતના પોરબંદરમાં કરવામાં આવી હતી, પરંતુ ચેન્નાઈમાં સ્થપાયેલી ફેક્ટરીમાં સિમેન્ટનું ઉત્પાદન વર્ષ 1904માં શરૂ થયું હતું. જો કે, આમાં સફળતા મળી ન હતી. ચેન્નાઈમાં સ્થપાયેલ પ્રથમ સિમેન્ટ ફેક્ટરી શેલ પર આધારિત હતી. વર્ષ 1912-13માં પોરબંદરમાં પ્રથમ સફળ ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી.

તાજમહેલ ઉત્તમ કારીગરીનું ઉદાહરણ

તાજમહેલની સમગ્ર રચના અને ડિઝાઇન મુઘલ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. તે પર્શિયન, ઇસ્લામિક, ટર્કિશ અને ભારતીય સ્થાપત્યનું મિશ્રણ છે. શ્રેષ્ઠ કારીગરો અને ઇજનેરોએ તેના નિર્માણમાં ફાળો આપ્યો હતો. તાજમહેલની દિવાલો પરની કોતરણી, પથ્થરોમાં જડેલા કિંમતી રત્નો અને તેની ભૌમિતિક રચના તેના બાંધકામની શ્રેષ્ઠતાને દર્શાવે છે.

તાજમહેલના નિર્માણમાં વપરાયેલી સામગ્રી અને તકનીકો આજે પણ આ ઐતિહાસિક ઈમારતને મજબૂત બનાવી રહી છે. આધુનિક સિમેન્ટ અને સ્ટીલ વિના આ ઇમારતની દિવાલો, ગુંબજ અને માળ હજુ પણ સ્થિર અને સુંદર છે. કુદરતી સામગ્રી અને પરંપરાગત કારીગરી તેની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે તેને સદીઓ સુધી ટકાઉ રાખે છે.

તાજમહેલના નિર્માણમાં અદ્યતન અને પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે તેને સદીઓથી ટકાઉ અને સુંદર રાખ્યો છે. સિમેન્ટ વિના આ ભવ્ય સ્ટ્રક્ચરની મજબૂતાઈ અને સ્થિરતા લાઈમ મોર્ટાર, ઈન્ટરલોકિંગ સિસ્ટમ, માર્બલનો ઉપયોગ અને પરંપરાગત કારીગરીને આભારી છે. તાજમહેલ આજે પણ તેની શ્રેષ્ઠતા, સુંદરતા અને સ્થાપત્ય માટે સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ છે.

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
g clip-path="url(#clip0_868_265)">