AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોમ લોન સસ્તી પડે કે કાર લોન ? જાણી લો તમારા કામની વાત

તમારી જરૂરિયાત પ્રમાણેે તમે બેન્કમાંથી લોન લઈ શકો છો. જેમાં કાર લોન, હોમ લોન કે પછી પર્સનલ લોનનો સમાવેશ થાય છે. જો તમે પણ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે હોમ લોન સસ્તી પડશે કે કાર લોન. તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.

હોમ લોન સસ્તી પડે કે કાર લોન ? જાણી લો તમારા કામની વાત
Loan
| Updated on: Jun 02, 2024 | 4:49 PM
Share

આજના સમયમાં જો કોઈને પણ પૈસાની જરૂર પડે તો તેના માટે બેંકો વિવિધ પ્રકારની લોન આપે છે. જો તમારે કાર ખરીદવી હોય તો તમને બેંક કાર લોન આપે છે. જ્યારે તમારે ઘર ખરીદવું હોય તો તેના માટે તમારી પાસે હોમ લોન લેવાનો વિકલ્પ પણ છે.

જો તમને કોઈ અંગત કામ માટે પૈસાની જરૂર હોય તો તમે તેના માટે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. આ તો માત્ર કેટલા પ્રકારની લોન છે તેની વાત છે. હવે અમે તમને જણાવીશું કે કાર લોન અને હોમ લોન વચ્ચે કઈ લોનનો વ્યાજ દર વધુ છે. બંને લોનમાંથી કઈ લોન સસ્તી પડશે ?

હોમ લોન કરતાં કાર લોન વધુ મોંઘી છે

જો આપણે કાર લોનને હોમ લોન સાથે સરખાવીએ તો કોર લોન થોડી મોંઘી છે. સામાન્ય રીતે બેંકો દ્વારા કાર લોન 9% ના વ્યાજ દરથી શરૂ થાય છે. જો આપણે હોમ લોન વિશે વાત કરીએ, તો તે 8.50% ના વ્યાજ દરથી શરૂ થાય છે. અમે તમને લઘુત્તમ વ્યાજ દરના આધારે આ આંકડા આપ્યા છે. ઉદાહરણ તરીકે, જો આપણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIની કાર લોન અને હોમ લોનને તુલનાત્મક રીતે જોઈએ તો તમને તફાવત દેખાશે.

SBI દ્વારા 8.75% થી 14.90% સુધીના વ્યાજ દરે કાર લોન આપવામાં આવે છે. જો આપણે SBI હોમ લોન વિશે વાત કરીએ તો, 8.50% થી 9.85% સુધીના વ્યાજ દરે આપવામાં આવે છે. કારનું મહત્તમ આયુષ્ય 8 વર્ષ છે. તો હોમ લોનની મહત્તમ મુદત 30 વર્ષ સુધીની છે. કાર લોન અને હોમ લોન પણ અન્ય બેંકો સસ્તા વ્યાજ દરે આપતી હોય છે.

જો તમે કાર લોન લો છો તો આ બાબતોનું ધ્યાન રાખો

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારે આમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. કાર લોન લેતી વખતે તમારે બેંકો અને કંપનીઓની તમામ ઓફર્સને ધ્યાનપૂર્વક તપાસવી જોઈએ અને તમારે તમારા બજેટ મુજબ લોન માટે અરજી કરવી જોઈએ.

કાર લોન લીધા પછી તમે થોડી વધુ ડાઉન પેમેન્ટ કરી શકો છો. આ સાથે તમારે પૈસા પણ ઓછા ચૂકવવા પડશે. અને તમારી માસિક EMI પણ ઓછી આવશે. કાર લોન લેતી વખતે તમારે તેનો વીમો પણ લેવો જોઈએ. જેથી કરીને તમે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના નુકસાનથી બચી શકો.

g clip-path="url(#clip0_868_265)">