GK Quiz : ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે ? જાણો વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યાં આવેલું છે ?
જનરલ નોલેજમાં વિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ, રમતગમત, કલા-સાહિત્ય, સામાન્ય વિજ્ઞાન, ભૂગોળ વગેરે વિષયો પર આધારિત પ્રશ્નો હોય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના અને તેના જવાબો લઈને આવ્યા છીએ જે તમને તમારું જનરલ નોલેજ વધારવામાં ઘણી મદદ કરશે.
GK Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજને (General Knowledge) લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. તે યાદ રાખવું એટલું સરળ નથી, પરંતુ દરરોજની થોડી તૈયારી સાથે તમે તમારા જનરલ નોલેજને મજબૂત બનાવી શકો છો. GKમાં વિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ, રમતગમત, કલા-સાહિત્ય, સામાન્ય વિજ્ઞાન, ભૂગોળ વગેરે વિષયો પર આધારિત પ્રશ્નો હોય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના અને તેના જવાબો લઈને આવ્યા છીએ જે તમને તમારું જનરલ નોલેજ વધારવામાં ઘણી મદદ કરશે.
પ્રશ્ન – તાજમહેલ કેટલા વર્ષમાં પૂર્ણ થયો હતો ? જવાબ – 22 વર્ષમાં
પ્રશ્ન – કયો જીવ સૌથી વધુ મહેનતુ છે ? જવાબ – કીડી
પ્રશ્ન – કયા રાજ્યમાં સૌથી વધુ બકરા જોવા મળે છે ? જવાબ – ઉત્તર પ્રદેશમાં
પ્રશ્ન – પંખાની શોધ ક્યારે થઈ ? જવાબ – પંખાની શોધ 1882માં શ્યુલર સ્કોટ્સ વ્હીલર દ્વારા કરવામાં આવી હતી
પ્રશ્ન – ભારતનો પોપટ કોને કહેવાય છે ? જવાબ – અમીર ખુસરો
પ્રશ્ન – વિશ્વનું સૌથી અનોખું ફળ કયું છે? જવાબ – ડ્રેગન ફ્રુટ
પ્રશ્ન – પક્ષીઓનો મગર કોને કહેવાય છે ? જવાબ – પેલિકનને
પ્રશ્ન – વિશ્વની સૌથી શકિતશાળી સેના ક્યા દેશ પાસે છે ? જવાબ – ગ્લોબલ ફાયરપાવર મુજબ, અમેરિકા વિશ્વમાં સૌથી મજબૂત લશ્કરી શક્તિ ધરાવે છે. આ યાદીમાં રશિયા બીજા અને ચીન ત્રીજા સ્થાને છે. આ સાથે ભારતે ચોથા સ્થાન પર પોતાની પકડ જાળવી રાખી છે.
પ્રશ્ન – ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે ? જવાબ – K-2 કાંચનજંઘા
ભારતનું સૌથી ઊંચું શિખર K-2 (કાંચનજંઘા) છે અને તે વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે, જે સમુદ્ર સપાટીથી 8,586 મીટર ઊંચું છે. તે સિક્કિમના ઉત્તર પશ્ચિમ ભાગમાં નેપાળની સરહદ પર આવેલું છે. બ્રાઉન અને જ્યોર્જ બેન્ડ નામના બે બ્રિટિશ નાગરિકો દ્વારા 1955માં અહીં પ્રથમ વખત ચઢાણ કરવામાં આવ્યું હતું.
વિશ્વનું સૌથી ઊંચું શિખર
માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. 1955માં ભારતે તેનો સર્વે કર્યો અને તેની ઊંચાઈ 8,848 મીટર હોવાનું જણાવ્યું હતું. તે નેપાળના દક્ષિણમાં તિબેટીયન ક્ષેત્રની સરહદ નજીક હિમાલયમાં આવેલું છે.