GK Quiz : ભારતના કયા શહેરમાં સોનાનું ATM છે? જાણો ATMમાં કેટલા કિલો સોનું રાખવાની ક્ષમતા છે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.
GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને વર્તમાન બાબતોની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz : ભારતની એક એવી નદી કે જે ઊંધી વહે છે ? જાણો કારણ
પ્રશ્ન – કયા મુઘલ બાદશાહ અઠવાડિયાના સાત દિવસ અલગ-અલગ રંગના કપડાં પહેરતા હતા? જવાબ – હુમાયુ
પ્રશ્ન – ભારતમાં સુગંધના શહેર તરીકે કયું ઓળખાય છે? જવાબ – કન્નૌજ
પ્રશ્ન – માણસ ઊંઘ્યા વિના કેટલા દિવસ જીવી શકે છે? જવાબ – માણસ ઊંઘ્યા વિના વધુમાં વધુ 12 દિવસ જીવી શકે છે
પ્રશ્ન – ભારતમાં કયું ફળ સૌથી વધુ ખાવામાં આવે છે? જવાબ – કેળા
પ્રશ્ન – ભારતની સૌથી પહોળી નદી કઈ છે? જવાબ – બ્રહ્મપુત્રા
પ્રશ્ન – વિશ્વમાં કાગળનું ચલણ બહાર પાડનાર પ્રથમ દેશ કયો છે? જવાબ – ચીન
પ્રશ્ન – માનવ હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? જવાબ – 72 વાર
પ્રશ્ન – એવું કયું પ્રાણી છે, જે 200 વર્ષ સુધી જીવે છે? પ્રશ્ન – કાચબો
પ્રશ્ન – ભારતમાં તાળાઓનું મહત્તમ ઉત્પાદન ક્યાં થાય છે? જવાબ – અલીગઢમાં
પ્રશ્ન – કયા પક્ષીની આંખ તેના મગજ કરતાં મોટી છે? જવાબ – શાહમૃગ
પ્રશ્ન – શું તમે જાણો છો કે ગાંધીજીએ 1919માં કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું? જવાબ – યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનું
પ્રશ્ન – કયું પક્ષી છે, જે હવામાં ઉડતી વખતે પાણી પીવે છે? જવાબ – ચાતક પક્ષી
પ્રશ્ન – ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી કોણ હતા? જવાબ – લાલા અમરનાથ
પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સોનાનું ATM છે? જવાબ – હૈદરાબાદમાં
હૈદરાબાદમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ ATM આવેલું છે. આ ATMમાંથી સોનાના સિક્કા ઉપાડી શકાય છે. સોનાની ખરીદી અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલી ગોલ્ડસિક્કા નામની કંપનીએ આ ATM લગાવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ ATMમાંથી 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સિક્કા ઉપાડી શકાય છે. ગોલ્ડ ATMમાં 5 કિલો સોનું રાખવાની ક્ષમતા છે.