GK Quiz : ખાંડનું સૌપ્રથમ ઉત્પાદન કયા દેશમાં થયું હતું ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
જ્યારે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેમાં જનરલ નોલેજના પ્રશ્નો ચોક્કસથી હોય છે. પછી તે પરીક્ષા શાળા-કોલેજમાં પ્રવેશ માટેની લેખિત પરીક્ષા હોય કે પછી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે ઈન્ટરવ્યુ હોય દરેક જગ્યાએ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

GK Quiz : જ્યારે અભ્યાસની વાત આવે અને જનરલ નોલેજનો (General Knowledge) ઉલ્લેખ ન હોય એ શક્ય નથી. કારણ કે જ્યારે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેમાં જનરલ નોલેજના પ્રશ્નો ચોક્કસથી હોય છે. પછી તે પરીક્ષા શાળા-કોલેજમાં પ્રવેશ માટેની લેખિત પરીક્ષા હોય કે પછી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે ઈન્ટરવ્યુ હોય દરેક જગ્યાએ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજે અમે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz : દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ? જાણો ભારતમાં ક્યારે આવી વીજળી
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં મરચાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ – આંધ્રપ્રદેશમાં
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ – યુપીમાં
પ્રશ્ન – કયા પાક માટે કાળી જમીન યોગ્ય ગણાય છે? જવાબ – કપાસ
પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જેને આપણે કેદ કરી શકતા નથી? જવાબ – પડછાયો
પ્રશ્ન – વિશ્વનો બીજો તાજમહેલ કયા દેશમાં આવેલો છે? જવાબ – બાંગ્લાદેશમાં
પ્રશ્ન – કયા જીવને 8 આંખો છે? જવાબ – સ્ટાર ફિશ
પ્રશ્ન – ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ – 26 જાન્યુઆરી 1950
પ્રશ્ન – ભારતના બંધારણનું રક્ષક કોણ છે? જવાબ – સુપ્રીમ કોર્ટ
પ્રશ્ન – રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ કયા વર્ષમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? જવાબ – 1990માં
પ્રશ્ન – સોનાની શુદ્ધતા કેવી રીતે મપાય છે? જવાબ – કેરેટમાં
પ્રશ્ન – ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી? જવાબ- નીલ આર્મસ્ટ્રોંગ
પ્રશ્ન – ભારતમાં હીરાની ખાણો ક્યાં આવેલી છે? જવાબ – આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ
પ્રશ્ન – ખાંડનું સૌપ્રથમ ઉત્પાદન કયા દેશમાં થયું હતું? જવાબ – ભારતમાં
ઈ.સ.ની પ્રથમ સદી પછી ભારતમાં શેરડીમાંથી સૌપ્રથમ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ભારતના બંગાળ પ્રદેશમાં શેરડીની ખેતી અને ખાંડનું ઉત્પાદન શરૂ થયું હોવાનું મનાય છે.