AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ? જાણો ભારતમાં ક્યારે આવી વીજળી

સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિં હોય. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ? જાણો ભારતમાં ક્યારે આવી વીજળી
Gk Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 12:07 PM
Share

GK Quiz : આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને વર્તમાન બાબતોની ખૂબ જ જરૂર છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિં હોય. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : ગુજરાતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ અમદાવાદમાં છે, જાણો વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયાં આવેલું છે ?

પ્રશ્ન – ભારતનો કયો મેળો અવકાશમાંથી પણ જોઈ શકાય છે? જવાબ – કુંભ મેળો

પ્રશ્ન – મીની તાજમહેલ તરીકે કોણ ઓળખાય છે? જવાબ – બીબી કા મકબરા

પ્રશ્ન – ભારતની પ્રથમ ફિલ્મ કઈ છે? જવાબ – રાજા હરિશ્ચંદ્ર, તે એક મૂક ફિલ્મ હતી

પ્રશ્ન – ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે? જવાબ – બુલંદ દરવાજો

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં રાવણનું મંદિર છે? જવાબ – કર્ણાટકના માંડ્યા જિલ્લામાં માલાવલી નામના સ્થળે રાવણનું મંદિર છે, જ્યાં લોકો શિવના મહાન ભક્ત તરીકે રાવણની પૂજા કરે છે. રાજસ્થાનના જોધપુરમાં પણ રાવણનું મંદિર છે.

પ્રશ્ન – કયું પ્રાણી ભૂખ્યું હોય ત્યારે કાંકરા અને પથ્થર ખાય છે? જવાબ – મગર

પ્રશ્ન – કયું શહેર પેઠા નગરી તરીકે ઓળખાય છે? જવાબ – આગ્રા

પ્રશ્ન – ઇંડા ઉત્પાદનમાં ભારત કયા ક્રમ છે? જવાબ – ત્રીજા ક્રમે

પ્રશ્ન – કયું પક્ષી સૌથી વધુ ઇંડા મૂકે છે? જવાબ – સૌથી વધુ ઈંડા આપતું પક્ષી ઉત્તર અમેરિકામાં જોવા મળતું બ્રાઉન તેતર છે, તે એક પ્રજનન ઋતુમાં 22 ઈંડાં સુધી મૂકે છે. સામાન્ય રીતે તે 16થી 18 ઈંડાં મૂકે છે.

પ્રશ્ન – દેશના કયા શહેરને સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી ? જવાબ – કોલકાતા

કોલકાતા (તે વખતના કલકત્તા)ને ભારતમાં સૌપ્રથમ વીજળીની સુવિધા મળી હતી. આ શહેરમાં પ્રથમ વખત 1879માં વીજળીની સુવિધા મળી હતી, ત્યારબાદ વર્ષ 1881માં બીજી વખત વીજળીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય એશિયામાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટ 5 ઓગસ્ટ 1905ના રોજ બેંગ્લોરમાં પ્રગટાવવામાં આવી હતી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">