AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીકે ક્વિઝ : ભારતનું એક એવું રાજ્ય, જેની રાજ્ય ભાષા છે અંગ્રેજી

હિન્દી એ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે અને તે દેશની માતૃભાષા પણ છે. હિન્દી ઉપરાંત બંગાળી અને મરાઠી પણ દેશમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. જો કે, હિન્દીને ભારતની સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ ભારતનું એક એવું રાજ્ય છે, જેની રાજ્ય ભાષા હિન્દી નહીં પણ અંગ્રેજી છે.

જીકે ક્વિઝ : ભારતનું એક એવું રાજ્ય, જેની રાજ્ય ભાષા છે અંગ્રેજી
GK Quiz Image Credit source: tour my india
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2023 | 7:35 PM
Share

જનરલ નોલેજ જેને GK તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ સહિતના વિષયોનો સમાવેશ થાય છે. નોલેજ વધારવાની ઘણી રીતો છે. એક રીત એ છે કે નિયમિતપણે સમાચાર અને અખબારો વાંચો. આ સિવાય તમે ક્વિઝ રમીને પણ સરળતાથી તમારું નોલેજ વધારી શકો છો. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થઈ શકે છે.

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સફેદ હાથી જોવા મળે છે? જવાબ – થાઈલેન્ડ, આ દેશને સફેદ હાથીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે

પ્રશ્ન – રાષ્ટ્રીય શસ્ત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ – 7મી ઓગસ્ટે

પ્રશ્ન – લાલ કિલ્લો બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? જવાબ – 10 વર્ષ

પ્રશ્ન – માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું હોય છે? જવાબ – કાનમાં

પ્રશ્ન – વિશ્વનો એવો કયો દેશ છે, જ્યાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી? જવાબ – ભુતાન

પ્રશ્ન – ભારતના કયા રાજ્યની સત્તાવાર ભાષા અંગ્રેજી છે ?

હિન્દી એ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે અને તે દેશની માતૃભાષા પણ છે. હિન્દી ઉપરાંત બંગાળી અને મરાઠી પણ દેશમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. જો કે, હિન્દીને ભારતની સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ ભારતનું એક એવું રાજ્ય છે, જેની રાજ્ય ભાષા હિન્દી નહીં પણ અંગ્રેજી છે.

આ પણ વાંચો જીકે ક્વિઝ : દેશનું સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ એરપોર્ટ કયું છે? જાણો ક્યાં આવેલું છે

ઉત્તર-પૂર્વ રાજ્ય નાગાલેન્ડની રાજ્ય ભાષા હિન્દી નથી પણ અંગ્રેજી છે. નાગાલેન્ડ વિધાનસભા દ્વારા અંગ્રેજી ભાષાને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગાલેન્ડમાં શિક્ષણ પણ અંગ્રેજી ભાષામાં આપવામાં આવે છે, એટલે કે શિક્ષણનું માધ્યમ પણ અંગ્રેજી છે. વર્ષ 1967માં નાગાલેન્ડે અંગ્રેજીને તેની સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">