GK Quiz : માણસ ઊંઘ્યા વિના ક્યાં સુધી જીવી શકે છે ? તેમજ જાણો મોહેં-જો-દડો બીજા કયા નામે ઓળખાય છે
આજના સમયમાં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ પર સારી પકડ હોવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નોની ભૂમિકા મહત્વની હોય છે.
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા સારા માર્કસથી પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ સારું હોવું જોઈએ. આજે અમે વધુ એક ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના સવાલ અને જવાબ બંને અતરંગી છે.
આજના સમયમાં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ પર સારી પકડ હોવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નોની ભૂમિકા મહત્વની હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજનું સેક્શન સારા માર્કસ લાવવામાં મદદ કરે છે. ફક્ત કરન્ટ અફેર્સ જ નહીં પરંતુ વિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર જેવા વિષયો પણ જનરલ નોલેજનો એક ભાગ છે.
- પ્રશ્ન – એવું શું છે જે આપણી આસપાસ છે, જેને જોઈ શકીએ છીએ પણ પકડી શકતા નથી? જવાબ – પડછાયો
- પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જેને તોડવા પર અવાજ આવતો નથી? જવાબ – વિશ્વાસ
- પ્રશ્ન – એવું કયું પક્ષી છે, જે તેનું અડધું મગજ ઊંઘમાં રાખી શકે છે અને અડધું જાગૃત રાખી શકે છે? જવાબ – બતક
- પ્રશ્ન – બિહારની રાજધાની પટનાનું પ્રાચીન નામ શું હતું? જવાબ – પાટલિપુત્ર
- પ્રશ્ન – વર્ષ 1930નો પ્રખ્યાત મીઠા સત્યાગ્રહ કયા નામે ઓળખાય છે? જવાબ – દાંડી યાત્રા
- પ્રશ્ન – સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? જવાબ – અબ્દુલ ગફાર ખાન
- પ્રશ્ન – મોહેં-જો-દડો બીજા કયા નામે ઓળખાય છે? જવાબ: માઉન્ટ ઓફ ડેડ
- પ્રશ્ન – શાહનામા કોની કૃતિ છે? જવાબ – ફિરદોસ
- પ્રશ્ન – મહાત્મા ગાંધીની હત્યા ક્યારે થઈ હતી? જવાબ – 30 જાન્યુઆરી 1948
- પ્રશ્ન – રાષ્ટ્રીય ગીત ‘વન્દે માતરમ’ના લેખક કોણ છે? જવાબ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
- પ્રશ્ન – દેશના કયા રાજ્યમાં મહિલાઓની સંખ્યા પુરૂષો કરતા વધુ છે? જવાબ – કેરળ
- પ્રશ્ન – ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ – કોલકાતા
- પ્રશ્ન – કોફીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? જવાબ – બ્રાઝિલ
- પ્રશ્ન – એવી કઈ ખાદ્ય વસ્તુ છે, જે હજારો વર્ષ સુધી બગડતી નથી? જવાબ – મધ
- પ્રશ્ન – ભારતની સૌથી વધુ માર્ગ બદલતી નદી કઈ છે? જવાબ – કોસી
- પ્રશ્ન – કયો મુઘલ બાદશાહ અઠવાડિયાના સાતેય દિવસ અલગ અલગ રંગના કપડા પહેરતો હતો? જવાબ – હુમાયું
- પ્રશ્ન – ભારતમાં કયું શહેર ખુશ્બુઓના શહેર તરીકે ઓળખાય છે? જવાબ – કન્નૌજ
- પ્રશ્ન – માણસ ઊંઘ્યા વિના ક્યાં સુધી જીવી શકે છે? જવાબ – 12 દિવસ
- પ્રશ્ન – કયા દેશમાં માત્ર 40 મિનિટની રાત થાય છે? જવાબ – નોર્વે
- પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જે ઉંધુ ચાલી શકતું નથી? જવાબ – કાંગારૂ