GK Quiz : શું ગુજરાતમાં દોડી હતી ભારતની પ્રથમ રેલવે ? જાણો ભારતમાં ક્યારે થયો રેલવેનો પ્રારંભ
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
Railway
GK Quiz : આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને અને વર્તમાન બાબતોની ખૂબ જ જરૂર છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિં હોય. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
પ્રશ્ન – સાસુ-વહુનું મંદિર ભારતના કયા શહેરમાં આવેલું છે? જવાબ – રાજસ્થાનના ઉદયપુરમાં
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં 6 મહિના દિવસ અને 6 મહિનાની રાત હોય છે? જવાબ – નોર્વે
પ્રશ્ન – લીમડો કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ છે? જવાબ – આંધ્ર પ્રદેશ
પ્રશ્ન – હવા મહેલ કયા શહેરમાં આવેલો છે? જવાબ – જયપુરમાં
પ્રશ્ન – ભારતમાં કયું ફળ સૌથી વધુ ખાવામાં આવે છે? જવાબ – કેળા
પ્રશ્ન – અફીણનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? જવાબ – અફઘાનિસ્તાનમાં
પ્રશ્ન – એવી કઈ માછલી છે જે એક આંખ ખુલ્લી રાખીને સૂવે છે? જવાબ – ડોલ્ફિન
પ્રશ્ન – ભારતમાં કયું વૃક્ષ સૌથી પવિત્ર માનવામાં આવે છે? જવાબ – પીપળાનું વૃક્ષ
પ્રશ્ન – કયા રાજ્યને ભારતનું કોહિનૂર કહેવામાં આવે છે? જવાબ – આંધ્ર પ્રદેશને
પ્રશ્ન – ભારતમાં પ્રથમ ટ્રેન ક્યારે અને ક્યાં દોડી હતી ? જવાબ – મુંબઈથી થાણે વચ્ચે
ભારતમાં 16 એપ્રિલ 1853ના દિવસે રેલવેની શરૂઆત થઈ હતી. ભારતની પ્રથમ ટ્રેન મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી. આ ટ્રેને 3 એન્જિનની મદદથી 34 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારતમાં શરૂ થયેલી પ્રથમ ટ્રેનનું નામ ડેક્કન ક્વીન હતું. આ ટ્રેનમાં કુલ 14 કોચ હતા. જેમાં પ્રથમવાર 400 યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. 16 એપ્રિલને દેશમાં ભારતીય રેલ પરિવહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત એ વખતે બૃહદમુંબઈનો એક ભાગ હતું. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યા બન્યા હતા, પરંતુ ગુજરાતમાં રેલવેની શરૂઆતની વાત કરવામાં આવે 1855માં સુરતના ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ગુજરાતની પ્રથમ ટ્રેન દોડી હતી.