First AC Train : ભારતમાં ક્યારે શરૂ થઈ AC ટ્રેન ? જાણો કયા શહેરો વચ્ચે દોડતી હતી આ ટ્રેન

|

Oct 10, 2024 | 7:55 PM

આ ટ્રેન શરૂ થયાને 96 વર્ષ થઈ ગયા છે. જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે તે સ્ટીમ એન્જિન સાથે લગભગ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. હવે તેમાં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ થાય છે. આ ટ્રેન 1,893 કિમીનું અંતર કવર કરે છે, જે 35 રેલ્વે સ્ટેશનો પર રોકાય છે અને તેના 24 કોચમાં લગભગ 1,300 મુસાફરોની ક્ષમતા ધરાવે છે.

First AC Train : ભારતમાં ક્યારે શરૂ થઈ AC ટ્રેન ? જાણો કયા શહેરો વચ્ચે દોડતી હતી આ ટ્રેન
First AC Train

Follow us on

ભારતમાં પ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ, 1853ના રોજ દોડી હતી. આ ટ્રેન મુંબઈ અને થાણેના બોરી બંદર વચ્ચે શરૂ થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં AC સુવિધા ધરાવતી પ્રથમ ટ્રેન કઈ હતી ? ક્યારે શરૂ થઈ હતી અને કયા શહેરો વચ્ચે દોડતી હતી ? આ ટ્રેન બ્રિટિશ યુગની સૌથી લક્ઝુરિયસ ટ્રેનોમાંની એક હોવાનું કહેવાય છે.

1928માં શરૂ થઈ હતી આ ટ્રેન

પંજાબ મેલ તરીકે ઓળખાતી આ ટ્રેન 1 સપ્ટેમ્બર, 1928ના રોજ મુંબઈના બેલાર્ડ પિયર સ્ટેશનથી દિલ્હી, ભટિંડા, ફિરોઝપુર અને લાહોર થઈને પેશાવર સુધી શરૂ થઈ હતી. 1 માર્ચ, 1930થી ટ્રેનને સહારનપુર, અંબાલા, અમૃતસર તરફ વાળવામાં આવી હતી. વિભાજન સમયે અમૃતસર ટર્મિનલ સ્ટેશન હતું. 1947માં આઝાદી મળી ત્યારથી આ ટ્રેન મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ અને પંજાબના ફિરોઝપુર વચ્ચે દોડે છે.

1934માં AC કોચ શરૂ કરવામાં આવ્યો

1934માં આ ટ્રેનમાં એસી કોચ ઉમેરવામાં આવ્યા અને તેનું નામ ફ્રન્ટિયર મેલ રાખવામાં આવ્યું. તે સમયે ટ્રેનના કોચમાં એર કંડિશનર નહોતા. ફર્સ્ટ ક્લાસ કોચને ઠંડક આપવા માટે બરફના બ્લોકનો ઉપયોગ કરવામાં આવતો હતો. આઝાદી પહેલા માત્ર અંગ્રેજો જ આ કોચનો ઉપયોગ કરી શકતા હતા. એટલે કે ફર્સ્ટ ક્લાસમાં માત્ર અંગ્રેજોને જ મુસાફરી કરવાની છૂટ હતી.

ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024

આ કારણોસર તેને ઠંડુ રાખવા માટે એસી કમ્પાર્ટમેન્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. અંગ્રેજોએ પોતાની સુવિધા માટે આ વ્યવસ્થા બનાવી હતી. કમ્પાર્ટમેન્ટને ઠંડુ કરવા માટે બરફના બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ફ્લોર હેઠળ રાખવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમાં એસી સિસ્ટમ લગાવવામાં આવી હતી.

સપ્ટેમ્બર 1996માં તેનું નામ બદલીને ગોલ્ડન ટેમ્પલ મેઈલ કરવામાં આવ્યું. જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે તે સ્ટીમ એન્જિન સાથે લગભગ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. હવે તેમાં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ થાય છે. ગોલ્ડન ટેમ્પલ મેઇલ 1,893 કિમીનું અંતર કવર કરે છે, જે 35 રેલ્વે સ્ટેશનો પર રોકાય છે અને તેના 24 કોચમાં લગભગ 1,300 મુસાફરોને લઈ જાય છે. ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા પણ આપવામાં આવી હતી, જે અત્યાર સુધી ચાલુ છે. આજે આ ટ્રેનમાં એસી સાથે જનરલ અને સ્લીપર ક્લાસ કોચ પણ છે. આ ટ્રેન શરૂ થયાને 96 વર્ષ થઈ ગયા છે.

Next Article