Private Aero plane : આ ગામના દરેક લોકો પાસે છે પોતાનું વિમાન, નાસ્તો કરવા માટે પણ જાય છે પ્લેન લઈને ! જાણો ક્યાં છે આ ગામ?

|

Feb 05, 2023 | 1:31 PM

આ ગામમાં પ્લેન લાવવું એ કાર લાવવા જેવું જ છે. એટલા માટે અહીં બનેલા ઘરોને પણ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેમાં પ્લેન સરળતાથી પાર્ક કરી શકાય.

Private Aero plane : આ ગામના દરેક લોકો પાસે છે પોતાનું વિમાન, નાસ્તો કરવા માટે પણ જાય છે પ્લેન લઈને ! જાણો ક્યાં છે આ ગામ?
આ ગામના દરેક લોકો પાસે છે પોતાનું વિમાન
Image Credit source: Google

Follow us on

જ્યારે પ્લેન આકાશમાંથી પસાર થાય છે, ત્યારે બાળકો તેને જોવા માટે ઘરની બહાર આવે છે. વાસ્તવમાં, એરોપ્લેન આપણા દેશમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ અનોખું વાહન છે. દેશની વસ્તીનો મોટો હિસ્સો એવો છે, જે આજ સુધી પ્લેનમાં પણ નથી બેઠા. એટલા માટે અહીં વિમાનમાં મુસાફરી કરવી ખૂબ જ અઘરી માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ વિમાન ખરીદે છે, તો તે મોટી વાત છે. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં પ્લેનમાં મુસાફરી કરવી એટલી સામાન્ય વાત છે કે લોકો પાસે પોતાનું એરોપ્લેન હોય છે. હા, તમે કદાચ વિશ્વાસ નહીં કરી શકો, પરંતુ વિશ્વના એક દેશના ગામમાં મોટાભાગના લોકો પાસે પ્લેન છે. અહીં લોકો પોતાનું રોજનું કામ પ્લેનમાંથી જ કરે છે અને પ્લેન ઘરની બહાર કારની જેમ ઉભા રહે છે.

જે રસ્તા પર કાર દોડે છે તેના પર પ્લેન દોડે છે

અહીં દરેક ઘરની બહાર વિમાનો ઉભા છે. અહીં પ્લેન લાવવું એ કાર લાવવા જેવું છે. એટલા માટે અહીં બનેલા ઘરોને પણ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેમાં પ્લેન સરળતાથી પાર્ક કરી શકાય. આના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તે ગામનું વાતાવરણ કેવું હશે, કારણ કે જે રસ્તા પર કાર દોડે છે તેના પર પ્લેન દોડે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અડધાથી વધુ ઘરોમાં બનાવવામાં આવે છે હેંગર

સ્પ્રુસ ક્રીક એ ફ્લોરિડામાં આવેલું ગામ છે. આ ગામને રેસિડેન્શિયલ એરપાર્ક પણ કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં લગભગ 5,000 લોકો રહે છે અને 1,300 ઘરો છે. આ ગામમાં લગભગ 700 ઘરોમાં હેંગર છે. પ્લેન જ્યાં ઊભું રહે છે તેને હેંગર કહેવામાં આવે છે. અહીં કાર માટે ગેરેજ બનાવવાને બદલે લોકો પોતાના ઘરોમાં હેંગર બનાવે છે અને તેમના પ્લેન ત્યાં ઉભા રહે છે. પ્લેન ટેકઓફ કરવા માટે ગામથી થોડે દૂર રનવે છે.

 

 

નાસ્તો કરવા માટે પણ લોકો પ્લેનથી જાય છે

ગામમાં રહેતા મોટાભાગના લોકો પ્રોફેશનલ પાઈલટ છે. એટલા માટે પ્લેન હોવું સામાન્ય છે. આ ઉપરાંત ગામમાં ડોકટરો, વકીલો વગેરે રહે છે. આ લોકોને પ્લેન રાખવાનો પણ શોખ છે. અહીંના લોકોને પ્લેન એટલા પસંદ છે કે દર શનિવારે સવારે તેઓ રનવે પર ભેગા થાય છે અને નજીકના એરપોર્ટ પર જાય છે અને ત્યાં નાસ્તો કરે છે. આ લોકો તેને Saturday Morning Gaggle કહે છે.

લોકોને ઘણી જગ્યાએ પ્લેન રાખવા પડે છે

જો કે, અમેરિકામાં સ્પ્રુસ ક્રીક એકમાત્ર એવી જગ્યા નથી જ્યા વિમાન હોવું સામાન્ય છે. અમેરિકાના એરિઝોના, કોલોરાડો, ફ્લોરિડા, ટેક્સાસ, વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં પણ આવા ઘણા ગામો અથવા સમુદાયો છે, જ્યાં લોકો પાસે પોતાના વિમાનો છે. અહીં 600થી વધુ ફ્લાય ઇન સમુદાયો છે, જેમાંથી સ્પ્રુસ ક્રીક સૌથી મોટો ફ્લાય-ઇન સમુદાય છે.

Next Article