AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF ખાતામાં નામ કે જન્મતારીખ ખોટી છે? આ 5 સરળ સ્ટેપ્સથી ઘરે બેઠા કરો સુધારો

જો તમારા EPF ખાતામાં નામ, જન્મતારીખ કે નોકરી સંબંધિત કોઈ વિગત ખોટી દર્શાવેલી છે, તો તેને નજરઅંદાજ કરવી મુશ્કેલી ઊભી કરી શકે છે. આવી ભૂલોના કારણે PF ઉપાડવા, પેન્શન ક્લેમ કે અન્ય સેવાઓમાં વિલંબ થઈ શકે છે. જો કે, EPFO સભ્યો માટે આ પ્રક્રિયા હવે ઘણી સરળ બની ગઈ છે.

EPF ખાતામાં નામ કે જન્મતારીખ ખોટી છે? આ 5 સરળ સ્ટેપ્સથી ઘરે બેઠા કરો સુધારો
| Updated on: Nov 09, 2026 | 8:15 PM
Share

જો તમારા EPF ખાતામાં નામ, જન્મતારીખ કે નોકરી સાથે જોડાયેલી કોઈ માહિતી ખોટી દર્શાવેલી છે, તો તેને નજરઅંદાજ કરવાનું મોંઘું પડી શકે છે. આવી ભૂલોના કારણે PF સાથે જોડાયેલી સેવાઓનો ઉપયોગ કરવામાં, પૈસા ઉપાડવામાં કે પેશન ક્લેમ સેટલ કરાવવામાં મુશ્કેલી આવી શકે છે.

આ સમસ્યાને દૂર કરવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના સભ્યોને ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન ફેસિલિટીની માહિતી આપી છે. આના દ્વારા પાત્ર સભ્યો EPFO મેમ્બર પોર્ટલ પર પોતાની પર્સનલ અને નોકરી સાથે જોડાયેલી જાણકારીમાં સુધારા માટે અરજી કરી શકે છે.

EPFOએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, સભ્યો આ સુવિધાનો ઉપયોગ કરીને તેમના રેકોર્ડને સાચા અને અપડેટ રાખી શકે છે. આ માટે તેમણે ઓનલાઈન અરજી કરવી પડશે અને જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.

EPF ખાતામાં ભૂલ કેવી રીતે સુધારવી? જાણો 5 સ્ટેપ

સ્ટેપ 1: EPFO પોર્ટલ પર લોગ ઇન કરો

સૌપ્રથમ EPFO મેમ્બર પોર્ટલ પર જાઓ. અહીં તમારા યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN), જરૂરી પર્સનલ માહિતી અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.

સ્ટેપ 2: જોઈન્ટ ડિક્લેરેશન ફેસિલિટી પર જાઓ

લોગ ઇન કર્યા પછી પોર્ટલ પર ઉપલબ્ધ ‘Joint Declaration Facility’ વિકલ્પ પર ક્લિક કરો. આ જ સુવિધા દ્વારા સુધારાની પ્રક્રિયા શરૂ થશે.

સ્ટેપ 3: જે જાણકારીમાં સુધારો કરવાનો છે, તેને પસંદ કરો

હવે તે માહિતીને પસંદ કરો, જેમાં ફેરફાર કે સુધારો કરવાનો છે. તેમાં વ્યક્તિગત માહિતી અથવા નોકરી સાથે જોડાયેલી માહિતી હોઈ શકે છે.

સ્ટેપ 4: સાચી માહિતી ભરો અને દસ્તાવેજ અપલોડ કરો

હવે સંબંધિત માહિતીને યોગ્ય રીતે ભરો. નામની સ્પેલિંગ અને બાકીની વિગતો ફરીથી તપાસી લો. આ પછી સુધારા માટે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

સ્ટેપ 5: અરજી સબમિટ કરો

છેલ્લા સ્ટેપમાં ભરેલી તમામ જાણકારીઓને ધ્યાનથી તપાસી લો. આ પછી અરજીને ફાઇનલ સબમિટ કરી દો. તમારી વિનંતી આગળની પ્રક્રિયા માટે મોકલી દેવામાં આવશે.

EPFOએ સભ્યોને સલાહ આપી છે કે, તેઓ તેમના ખાતાની માહિતી પર નજર રાખે અને તેને સાચી તથા અપડેટ રાખે. આનાથી PF ખાતા સાથે જોડાયેલી સેવાઓ અને ક્લેમ સેટલમેન્ટ દરમિયાન થતી મુશ્કેલીઓથી બચવામાં મદદ મળી શકે છે.

ઓક્ટોબરમાં EPFOએ નિકાલ કરી 2.36 લાખ ફરિયાદો

શ્રમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ, EPFOએ ઓક્ટોબર 2026માં ચલાવવામાં આવેલા સ્પેશિયલ કેમ્પેન 6 દરમિયાન 2,36,021 જાહેર ફરિયાદોનો નિકાલ કર્યો છે. આ સંગઠનના 2,05,000 ફરિયાદોના લક્ષ્યથી આશરે 15% વધુ છે. આમાંથી 2,02,984 ફરિયાદોનું સમાધાન EPFOના ફરિયાદ નિવારણ પોર્ટલ EPFiGMS દ્વારા કરવામાં આવ્યું હતું. 33,037 ફરિયાદોનો નિકાલ CPGRAMSના માધ્યમથી કરવામાં આવ્યો હતો.

WhatsApp પર પણ ચેક કરી શકો છો ‘PFની જાણકારી’

EPFOએ પોતાની ડિજિટલ સેવાઓનો પણ વિસ્તાર કર્યો છે. હવે સભ્યો સંગઠનની વેરીફાઈડ WhatsApp સેવા દ્વારા PF બેલેન્સ, પાછલા 5 ટ્રાન્ઝેક્શન અને પાસબુક સાથે જોડાયેલી માહિતી ચેક કરી શકી છે. કુલ મળીને, EPF ખાતામાં નોંધાયેલ નામ, જન્મતારીખ અને નોકરી સાથે જોડાયેલી માહિતી સાચી રાખવી જરૂરી છે. એટલા માટે સભ્યોએ સમયાંતરે તેમના ખાતાનું વિવરણ ચેક કરવું જોઈએ. જો કોઈ ભૂલ દેખાય, તો તેને વહેલી તકે સુધારવા માટે અરજી કરવી જોઈએ.

‘ચીકણા ભીંડા’ ખાઈને કંટાળ્યા છો? આ માસ્ટરશેફ ટ્રિક અજમાવો, આંગળા ચાટતા રહી જશો

Follow Us
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ !
જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ !
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">