AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs Behaviours Meanings : શ્વાનના બિહેવિયર જોઇ જાણી શકાય છે તેનો મૂડ, જાણો કેવી રીતે

ઘણા લોકો પ્રાણી પ્રેમી હોય છે, અને ઘરમાં શ્વાન કે બિલાડી જેવા પ્રાણી પાળવા ગમે છે, પણ આપણને કેવી રીતે ખબર પડે તે આપણને શું સમજાવા માંગે છે, મુંગા પશું પાસે તેનું વર્તન જ તેની ભાષા હોય છે. આજે અમે તમને સમજાવશું કે શ્વાનના વર્તનથી તમે કેવી જાણી શકો કે તે શું કહેવા માંગ છે.

Dogs Behaviours Meanings : શ્વાનના બિહેવિયર જોઇ જાણી શકાય છે તેનો મૂડ, જાણો કેવી રીતે
Dogs Behaviors Meanings
Dhinal Chavda
| Edited By: | Updated on: Sep 22, 2024 | 8:08 PM
Share

ઘણા લોકો પ્રાણી પ્રેમી હોય છે, અને ઘરમાં શ્વાન કે બિલાડી જેવા પ્રાણી પાળવા ગમે છે, પણ આપણને કેવી રીતે ખબર પડે તે આપણને શું સમજાવા માંગે છે, મુંગા પશું પાસે તેનું વર્તનજ તેની ભાષા હોય છે.આજે અમે તમને સમજાવશું કે શ્વાનના વર્તનથી તમે કેવી જાણી શકો કે તે શું કહેવા માંગ છે.

આ બેઝિક બિહેવિયર સિવાય પણ ઘણી એવી બાબતો છે જે માત્ર શ્વાન પ્રેમીઓએ જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ સમજવી જોઈએ કારણ કે મોટાભાગના લોકો એવા હોય છે કે જેઓ જો શ્વાનને તેમની પૂંછડી હલાવતા તેમની પાસે આવે છે તો તેઓ વિચારે છે કે તે તેમને કરડવા આવી રહ્યો છે.

કેટલાક લોકોને શ્વાનનો એવો ફોબિયા હોય છે કે શેરીમાં ચુપચાપ બેઠેલા શ્વાનને જોઈને પણ તેમને લાગે છે કે તે તેમની તરફ જોઈ રહ્યો છે અને બીજી જ ક્ષણે તેમના પર ત્રાટકશે, જ્યારે એવું નથી. જો શ્વાનને ડરાવવામાં કે હેરાન કરવામાં ન આવે, તો તેઓ કોઈને નુકસાન પહોંચાડતા નથી.

હા, શ્વાનઓ અમુક પરિસ્થિતિઓમાં ગુસ્સે થાય છે, જેમ કે તે ભુખ્યા હોય, તો તે ગુસ્સે થઈ જાય છે. ઈજા પામે છે ત્યારે ગુસ્સે થાય છે. આ સિવાય શ્વાન એવા લોકોને નાપસંદ કરે છે જેઓ શ્વાન પર પથ્થર ફેંકે છે અથવા તેમને બિનજરૂરી રીતે હેરાન કરે છે.

તમારા પર અચાનક કૂદકો

આ શ્વાનની ખુશી બતાવવાની રીત છે. આનો અર્થ એ છે કે તેઓ તમને જોઈને ખૂબ જ ખુશ છે. ઉર્જાથી ભરેલા શ્વાન આ રીતે વર્તે છે. આ સાથે, તે એક સંકેત છે કે તમારો શ્વાન સ્વસ્થ છે.

ઘાસ ખાવું

ઘાસ વિશે ચિંતા કરવાની કંઈ નથી. એવું માનવામાં આવે છે કે પ્રાણીઓને અનેક ઔષધીય વનસ્પતિઓનું જ્ઞાન હોય છે. ઘાસમાં વધુ ફાઈબર હોય છે. સામાન્ય રીતે જ્યારે શ્વાનનું પેટ ખરાબ હોય ત્યારે તેઓ ઘાસ ખાય છે. કેટલીકવાર શ્વાનઓ ઉલટી કરવા માટે ઘાસ ખાય છે, જેથી તેમનું પેટ સાફ થઈ શકે.

શ્વાન ગોળ ગોળ ફરે

જો તમારો શ્વાન સુસ્ત છે અને ખાતો નથી, તો તેને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. તેમજ જો તે વારંવાર ગોળ-ગોળ ફરતો રહે છે, તો તે સંકેત છે કે તમારે તમારા શ્વાનને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. આનો અર્થ એ છે કે તમારો શ્વાન સ્વસ્થ નથી.

પોટી ખાવું

આ મનુષ્યો માટે ઘૃણાજનક હોઈ શકે છે પરંતુ કૂતરા માટે સામાન્ય છે. એવું માનવામાં આવે છે કે શ્વાન આ કરે છે જ્યારે તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય અથવા પેટ ખરાબ હોય. ડરશો નહીં અથવા ઠપકો આપશો નહીં. આવું વર્તન સામાન્ય છે.

બીજા શ્વાન અથવા માણસને સુંઘવું

ગંધ દ્વારા,શ્વાન ઓળખે છે કે અન્ય કૂતરો મૈત્રીપૂર્ણ છે કે પ્રતિકૂળ. તેમના નાકમાં 300 મિલિયન રીસેપ્ટર્સ છે, જે તેમને શ્વાનના વર્તન, વ્યક્તિત્વ વગેરે જેવી બાબતોને સમજવામાં મદદ કરે છે.

g clip-path="url(#clip0_868_265)">