શું ખરેખર ગ્રીન ફટાકડાથી નથી ફેલાતુ પ્રદૂષણ, કેમ તેને ઈકો ફ્રેન્ડલી કહેવાય છે? 

દિવાળીના તહેવારમાં લોકો મોટા પાયે ફટાકડા ફોડી દિવાળીના ફરવાની ઉજવણી કરતાં હોય છે. ત્યારે આ વચ્ચે સુપ્રીમ કોર્ટે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ફટાકડા માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રતિબંધિત રહેશે. આવી સ્થિતિમાં ગ્રીન ફટાકડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ગ્રીન ફટાકડા કેટલા લીલા રંગના હોય છે, શું તે પ્રદૂષણ નથી ફેલાવતા?

શું ખરેખર ગ્રીન ફટાકડાથી નથી ફેલાતુ પ્રદૂષણ, કેમ તેને ઈકો ફ્રેન્ડલી કહેવાય છે? 
Follow Us:
| Updated on: Nov 11, 2023 | 10:51 PM

વધતું પ્રદૂષણ એ દિલ્હી અને મુંબઈમાં ચિંતા વધારી રહ્યું છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે ફટાકડા પર માત્ર દિલ્હી-NCRમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રતિબંધ રહેશે. અગાઉ 2018માં સુપ્રીમ કોર્ટે બેરિયમ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો. 2019માં કોર્ટે માત્ર ગ્રીન ફટાકડા જ ફોડવા જણાવ્યુ હતું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ગ્રીન ફટાકડા કેમ લીલા રંગના હોય છે અને શું તેનાથી પ્રદૂષણ નથી થતું?

મળતી માહિતી મુજબ 2018માં નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) દ્વારા ગ્રીન ફટાકડા તૈયાર કરવામાં આવ્યા હતા. તે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદનો એક ભાગ ગણવામાં આવે છે.

ગ્રીન ફટાકડા કેટલા ઈકો-ફ્રેન્ડલી છે?

ગ્રીન ફ્તકડાને ઇકો-ફ્રેન્ડલી ફટાકડા પણ કહેવામાં આવે છે, તેનું એક કારણ છે. વાસ્તવમાં, આ ફટાકડા સામાન્ય ફટાકડા કરતાં ઓછો અવાજ કરે છે. ઓછું વાયુ પ્રદૂષણ ફેલાવે છે. પરિણામે, તેઓ પર્યાવરણને એટલું નુકસાન કરતા નથી. હવે ચાલો સમજીએ કે આવું શા માટે થાય છે. આ બનાવટ કઈ રીતે કામ કરે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

NEERI અનુસાર, સામાન્ય રીતે ગ્રીન ફટાકડામાં વપરાતી વિસ્ફોટક સામગ્રીની માત્રા ખૂબ ઓછા પ્રમાણમા હોય છે. આ સિવાય આ ફટાકડાઓ ફોડવાથી ધુમાડો અને રાખ વધુ માત્રામાં ફેલાતા નથી. જ્યારે આ ફટાકડા ફૂટે છે, ત્યારે આ ફટાકડા માંથી પાણીના કણ છૂટે છે જે ફટાકડા ફૂટયા બાદ ઉડતી ધૂળને વધુ ઊડતી  અટકાવે છે.

પરિણામ અન્ય ફટાકડાઓની સરખામણીમાં પ્રદૂષણ અને ધુમાડાની માત્રામાં ઘટાડો થાય છે. આ રીતે આ ગ્રીન ફટાકડા થી પ્રદૂષણ થતું નથી.

એક અહેવાલ અનુસાર NEERIના ભૂતપૂર્વ ડિરેક્ટર, ડૉ. રાકેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રીન ફટાકડામાં હાનિકારક રસાયણો નથી હોતા જે પ્રદૂષણ ફેલાવવામાં ભાગ ભજવે. આ ગ્રીન ફટાકડા અન્ય ફટાકડા કરતાં 30 ટકા ઓછો અવાજ કરે છે.

ગ્રીન ફટાકડા 3 પ્રકાર

ગ્રીન ફટાકડા 3 કેટેગરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. આને SWAS, SAFAL અને STAR કહેવામાં આવે છે. હવે આપણે સમજીએ કે ત્રણેય વચ્ચે શું તફાવત છે.

SWAS: તેનું પૂરું નામ સેફર વોટર રીલીઝર છે. તેમાં સલ્ફર અને પોટેશિયમ નાઈટ્રેટ નથી. જ્યારે તે ફૂટે છે ત્યારે તે પાણીના બારીક કણો છોડે છે.

STAR: તેને સલામત થર્માઈટ ક્રેકર કહેવામાં આવે છે. તેમાં પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર નથી. તે ઓછો અવાજ કરે છે અને હવામાં ખૂબ ઓછા PM કણો છોડે છે.

SAFAL: તેને સેફ મિનિમમ એલ્યુમિનિયમ કહેવામાં આવે છે. તેને તૈયાર કરવા માટે એલ્યુમિનિયમની જગ્યાએ મેગ્નેશિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : તમારો સ્માર્ટફોન થાય છે વારંવાર હેંગ, તો તેને પળવારમાં ઘરે જ કરો ઠીક, જાણો ઉપાય 

ગ્રીન ફટાકડા કેટલા ઇકો-ફ્રેન્ડલી છે?

પલ્મોનોલોજિસ્ટ ડૉ. સંદીપ સાલ્વી કહે છે કે, સામાન્ય ફટાકડાની સરખામણીએ ગ્રીન ફટાકડામાંથી પીએમ લેવલ 30 ટકા ઓછું છે. ડૉ. સાલ્વી ફટાકડાથી થતા પ્રદૂષણની તપાસ કરતી ટીમનો એક ભાગ છે. તેમનું કહેવું છે કે જ્યારે લોકો ફટાકડા સળગાવે છે ત્યારે નજીકમાં રહેતા લોકો પણ પ્રદૂષણનો ભોગ બને છે. તપાસ દરમિયાન, અમને જાણવા મળ્યું કે એક સ્પાર્કલર બાળવાથી PM 2.5 બાય 5000 માઇક્રોગ્રામ/ક્યુબિક મીટર વધે છે. જ્યારે લીલા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેમાં 30 ટકા સુધીનો ઘટાડો થાય છે. આ રીતે આ ફટાકડા વાયુ પ્રદૂષણ અને અવાજ ઘટાડવામાં મદદ કરે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">