GK Quiz : પ્રાચીન ભારતના 16 મહાજનપદ અને તેની રાજધાની વિશે જાણો
જો તમે તમારું જનરલ નોલેજ વધારવા માંગો છો, તો ક્વિઝ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આની મદદથી તમે સરળતાથી પ્રશ્નોના જવાબો પણ મળી જશે. અમે આજે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

16 Mahajanapadas and their capitals
GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : GK Quiz : રાજસ્થાનના ઈતિહાસના પ્રણેતા કોને કહેવાય છે ? આવું જ વધારે રાજસ્થાન વિશે અવનવું જાણો
- ભારતમાં રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મૂક્યો હતો? દાદાભાઈ નવરોજી
- દેશનો આર્થિક વિકાસ શેના પર આધાર રાખે છે? કુદરતી સંસાધનો, બજારનું સ્થિતિ, મૂડી રચના
- WTO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા
- નાણાં પુરવઠો કોના દ્વારા નિયંત્રિત થાય છે? ભારતીય રિઝર્વ બેંક
- ભારતમાં સૌથી ઉંચો ધોધ કયો છે? જોગ ધોધ
- સૌથી વધુ વિપુલ પ્રમાણમાં શણનું ઉત્પાદન ક્યું રાજ્ય કરે છે? પશ્ચિમ બંગાળ
- નીચેનામાંથી કયો દેશો પાલ્ક સ્ટ્રેટ દ્વારા જોડાયેલા છે? ભારત અને શ્રીલંકા
- ભારતમાં કયા રાજ્યને ‘ચોખાનો વાટકો’ કહેવામાં આવે છે? આંધ્ર પ્રદેશ
- પ્રથમ વખત અણુ બોમ્બ ક્યાં ફેંકવામાં આવ્યો હતો? હિરોશિમા
- ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે? સમતાપમંડળમાં
- મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે
- ડેસિબલ શબ્દ કોના સાથે સંબંધિત છે? ધ્વનિ
- શાંત ઘાટી કયા રાજ્યમાં આવેલી છે? કેરળ
- સુનામીનું મુખ્ય કારણ શું છે? દરિયાની સપાટી પર ધરતીકંપ
- અંગ મહાજનપદની રાજધાની કંઈ હતી? ચંપા
16 મહાજનપદ અને તેની રાજધાની
અંગ | ચંપા | ભાગલપુર / મુંગેરની આસપાસનો વિસ્તાર – પૂર્વ બિહાર |
મગધ | રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર | પટના/ગયા (મગધની આસપાસનો વિસ્તાર) – મધ્ય-દક્ષિણ બિહાર (16 મહાજનપદોમાં સૌથી શક્તિશાળી) |
કાશી | વારાણસી | આધુનિક બનારસ -ઉત્તર પ્રદેશ |
વત્સ | કોશામ્બી | અલ્હાબાદ (પ્રયાગરાજ)-ઉત્તર પ્રદેશ |
વજ્જી | વૈશાલી, વિદેહ, મિથિલા | દરભંગા/મધુવાની આસપાસનો વિસ્તાર – બિહાર |
કોસલ | શ્રાવસ્તી | અયોધ્યા/ફૈઝાબાદની આસપાસનો વિસ્તાર – ઉત્તર પ્રદેશ |
અવંતિ | ઉજ્જૈન, મહિષ્મતી | માલવા – મધ્ય પ્રદેશ |
મલ્લ | કુશાવતી | દેવરિયા -ઉત્તર પ્રદેશ |
પંચાલ | અહિછત્ર, કમ્પિલ્ય | ઉત્તરી ઉત્તર પ્રદેશ |
ચેદી | શક્તિમતી | બુંદેલખંડ – ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ |
કુરૂ | ઈન્દ્રપ્રસ્થ | દિલ્હી, મેરઠ અને હરિયાણાની આસપાસનો વિસ્તાર |
મત્સ્ય | વિરાટ નગર | જયપુર – રાજસ્થાન |
કમ્બોજ | હાટક | રાજૌરી/હાજરા – ઉત્તર પ્રદેશ |
શૂરસેન | મથુરા | આધુનિક મથુરા -ઉત્તર પ્રદેશ |
અશ્મક | પોતન | દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીની ખીણની આસપાસનો વિસ્તાર (દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ) |
ગંધાર | તક્ષશિલા | પેશાવર અને રાવલપિંડી આસપાસનો વિસ્તાર – પાકિસ્તાન |
Latest News Updates

કોઈ એક દેશ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો અશ્વિન

ફ્લોરલ પ્રિન્ટેડ મિની ફ્રોક સ્ટાઈલ ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા શાનદાર પોઝ, જુઓ Photos

ખેડૂતોને ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો

મધ્યપ્રદેશમાં સનાતન ધર્મના આદિદેવ શંકરાચાર્યની વિશાળ પ્રતિમાનું અનાવરણ

મલ્ટીટેલેન્ટેડ છે IPS શ્રુતિ, ભણવાની સાથે એક્ટિંગ-ડાન્સમાં પણ બેસ્ટ

લોહીની શુદ્ધિથી લઈને હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક છે કિસમિસ, જાણો ફાયદા