
આજથી 125 વર્ષ પહેલા રાજસ્થાનના ઈતિહાસમાં સૌથી ગંભીર દુકાળ વર્ષ 1899માં પડ્યો હતો. તે વિક્રમ સંવત 1956નું વર્ષ હોવાને કારણે તેને ‘છપ્પનિયો દુકાળ’ કહેવામાં આવે છે. વિશ્વ આ દુકાળને ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમીન 1899’ તરીકે ઓળખે છે. એવું માનવામાં આવે છે કે આ દુકાળ દરમિયાન રાજસ્થાનના લગભગ 10 લાખ લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. આ દુકાળની ભયાનકતા આજે પણ લોકગીતો અને લોકજીવનમાં વર્ણવવામાં આવે છે. 1908માં ઈમ્પીરીયલ ગેઝેટિયર ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા એક અંદાજ મુજબ, આ દુકાળને કારણે એકલા બ્રિટિશ ઈન્ડિયામાં એટલે કે અંગ્રેજો દ્વારા સીધા શાસિત પ્રદેશોમાં 10 લાખ લોકો ભૂખમરો અને સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામ્યા હતા. કેટલાક ઈતિહાસકારો માને છે કે આ આંકડો રાજસ્થાનની કુલ વસ્તીના લગભગ 25 ટકા એટલે કે 40 થી 45 લાખ સુધી પહોંચી ગયો હતો. આમાં તે સમયના રજવાડાઓમાં આ દુકાળના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો સમાવેશ થતો નથી. ત્યારે આ લેખમાં ઈતિહાસના સૌથી કષ્ટદાયક સમય એવા છપ્પનિયા દુકાળની કહાની વિશે જાણીશું. છપ્પનિયા દુકાળની...