શું કોઈ પુરાવા વગર સંસદમાં વડાપ્રધાન પર આરોપ લગાવી શકાય? જાણો શું કહે છે કાયદો

|

Feb 07, 2023 | 7:20 PM

સંસદમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજિજૂએ પલટવાર કર્યો. રાહુલ ગાંધી સંસદની અંદર વડાપ્રધાન મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવી રહ્યા હતા અને ઉદ્યોપતિ અંબાણી, અદાણીને લઈ સરકાર પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા હતા.

શું કોઈ પુરાવા વગર સંસદમાં વડાપ્રધાન પર આરોપ લગાવી શકાય? જાણો શું કહે છે કાયદો
PM Modi and Rahul Gandhi
Image Credit source: File Image

Follow us on

કોઈ પણ લોકશાહી દેશમાં અભિવ્યક્તિની આઝાદી તેના મૂળમાં હોય છે પણ ભારત જેવા દેશમાં આજ અભિવ્યક્તિની આઝાદીના નામ પર મોટી હસ્તીઓ પર ગંભીર આરોપ પણ લગાવવામાં આવે છે. સંસદથી લઈ ચૂંટણીના મેદાન પર આરોપ-પ્રત્યારોપ લાગતા રહે છે પણ પ્રશ્ન એ છે કે શું પુરાવા વગર સંસદમાં વડાપ્રધાન પર આરોપ લગાવવામાં આવી શકે છે? શું અભિવ્યક્તિની આઝાદી અને સંસદની અંદર જવાબદારી વચ્ચે કોઈ નાની રેખા નથી?

આ જ કારણ છે કે સંસદમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજિજૂએ પલટવાર કર્યો. રાહુલ ગાંધી સંસદની અંદર વડાપ્રધાન મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવી રહ્યા હતા અને ઉદ્યોપતિ અંબાણી, અદાણીને લઈ સરકાર પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા હતા.

ત્યારબાદ કિરન રિજિજૂએ રાહુલ ગાંધીને વચ્ચે ટોક્યા. રિજિજૂએ કહ્યું કે સંસદની બહાર તમે જે ઈચ્છો તે બોલો પણ સંસદની પોતાની મર્યાદા હોય છે. અહીં તથ્યો વગર અને પુરાવા વગર બોલવુ સંસદીય પરંપરાની વિરૂદ્ધ છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ પણ વાંચો: Agustawestland Scam: આરોપી મિશેલનો ભાગવાનો ખતરો, SCએ રદ કરી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપીની જામીન અરજી

શું કહે છે કાયદો?

તેમ છતાં રાહુલ ગાંધી અહીં અટકયા નહીં. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે સંસદની અંદર વડાપ્રધાન પર પુરાવા વગર આરોપ લગાવવો કેટલો યોગ્ય? આ મુદ્દા પર પહેલા પણ ઘણી ચર્ચા થતી રહી છે.

ઘણા લોકોનું માનવું છે કે આ ગેરબંધારણીય છે અને તથ્યો વગરના આવા આરોપ વડાપ્રધાનના અધિકારોનું ઉલ્લંઘન છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે આ સરકારમાં જવાબદારી અને પારદર્શિતા માટે જરૂરી છે. સરકારને વિપક્ષના આરોપો સાંભળવા જોઈએ અને તેનો જવાબ પણ આપવો જોઈએ.

પરંતુ સમગ્ર મામલે કાયદામાં શું જોગવાઈ છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે સૌથી પહેલા ભારતીય સંસદ અને વડાપ્રધાનની સત્તા અને જવાબદારીઓને સમજવી જરૂરી છે.

ભારતીય સંસદની સત્તા અને જવાબદારીઓ

ભારતીય સંસદ દેશની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે અને તેમાં બે ગૃહ સામેલ છે. લોકસભા અને રાજ્યસભા. સંસદની પાસે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક નીતિ અને સામાજિક કલ્યાણ સહિતના ઘણા વિષયો પર કાયદો બનાવવાની શક્તિ છે.

સંસદની મુખ્ય જવાબદારીઓમાંથી એક છે- વડાપ્રધાન સહિત સરકારની તમામ શાખાઓને તેમના કાર્યો માટે જવાબદાર બનાવવા. આ અલગ અલગ માધ્યમોથી કરવામાં આવે છે. જેમાં ચર્ચા અને અવિશ્વાસ પ્રસ્તાવ પણ સામેલ છે. આ તમામ માધ્યમોનો ઉપયોગ કરવા માટે ગૃહની અંદર તમામને સમાન અધિકાર મળે છે.

બંધારણ મુજબ વડાપ્રધાનની પાસે ઘણી સત્તા અને જવાબદારીઓ હોય છે. જેમાં મંત્રીઓની નિમણૂક કરવી અને બરતરફ કરવા, આંતરરાષ્ટ્રીય સંધિઓ પર વાતચીત કરવા અને હસ્તાક્ષર કરવા અને ન્યાયાધીશો અને અન્ય પ્રમુખ અધિકારીઓની નિમણૂક પર રાષ્ટ્રપતિને સલાહ આપવાની ક્ષમતા સામેલ છે.

પુરાવા વગર સંસદમાં વડાપ્રધાન પર આરોપ લગાવી શકાય?

ભારતીય કાયદા હેઠળ એક વડાપ્રધાન પર પુરાવા વગર સંસદમાં આરોપ લગાવવામાં આવી શકે છે પણ તે પહેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ અનુસરવા જોઈએ.

સૌથી મહત્વની વાત એ છે કે આરોપ સારી ભાવનાથી લગાવવામાં આવેલો હોવો જોઈએ. આરોપ વ્યર્થ કે પાયાવિહોણા ન હોવો જોઈએ. આરોપ લગાવનારા વ્યક્તિને પાસે પોતાના દાવાને સમર્થન કરવા માટે ઘણા વિશ્વસનીય પુરાવા હોવા જોઈએ.

સંસદના નિયમો જણાવે છે કે રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર કોઈપણ ચર્ચા આદરપૂર્વક અને રચનાત્મક રીતે થવી જોઈએ પણ તેની આડમાં વડાપ્રધાન કે અન્ય કોઈ વ્યક્તિ પર હુમલો કે બદનામ કરવાનો કોઈ ઈરાદો ન હોવો જોઈએ.

સંસદીય આરોપોમાં પુરાવાનું મહત્વ

જ્યારે પણ કોઈ આરોપ સંસદની અંદર લગાવવામાં આવે છે તો તેનું ખાસ મહત્વ હોય છે. કારણ કે સંસદીય આરોપોમાં પુરાવાનો ઉપયોગ મહત્વનો છે. આ પહેલા તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ કે લગાવવામાં આવેલા આરોપ કેટલા વિશ્વસનીય છે? તે ઠોસ તથ્યો પર કેટલા આધારિત છે? નિયમ એ કહે છે કે પુરાવા ઘણા પ્રકારે હોય શકે છે, જેમાં લેખિત નિવેદન, જુબાની અથવા દસ્તાવેજ પણ સામેલ છે.

પુરાવાના અભાવમાં સંસદમાં વડાપ્રધાન વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા માનવામાં આવશે. આરોપ લગાવનારા વ્યક્તિની પોતાની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકસાન થાય છે.

જો કે, એ પણ યાદ રાખવું જોઈએ કે સંસદમાં ભૂલો અને ખામીઓ માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય છે, સરકાર તેની જવાબદારીઓ પ્રત્યે જેટલી પારદર્શક હોય છે, તેટલી જ લોકશાહી મજબૂત હોય છે. પરંતુ તેમને જવાબદાર ગણાવવા માટે નક્કર પુરાવા અને તથ્યો પણ જરૂરી છે.

Next Article