દિલ્હી અને આસપાસના ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે. AQI 400 થી વધુ છે. અમદાવાદની પણ હવા પ્રદૂષિત બની રહી છે. પ્રદૂષણને કારણે શ્વાસ સંબંધી રોગોનું જોખમ સૌથી વધુ છે, પરંતુ પ્રદૂષણની અસર ત્વચા પર પણ થાય છે.
જો આ સમયે તમને ત્વચા પર સોજો, ખંજવાળ, ફોલ્લીઓ અને ડાર્ક સ્પોટ દેખાઈ રહ્યા હોય તો તેને અવગણશો નહીં. પ્રદૂષણને કારણે ચામડીના રોગોના આ પ્રારંભિક લક્ષણો છે. પ્રદૂષણને કારણે ત્વચાના કયા રોગોનું જોખમ છે અને તેને કેવી રીતે અટકાવી શકાય? ચાલો આ વિશે ડૉક્ટર પાસેથી જાણીએ.
દિલ્હીની પીએસઆરઆઈ હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ ડૉ. ભાવુક ધીર કહે છે કે પ્રદૂષણને કારણે ત્વચાના અનેક પ્રકારના રોગો થવાનું જોખમ રહેલું છે. પ્રદૂષણથી ખરજવું નામનો ચામડીનો રોગ થઈ શકે છે. જેમાં સ્કીનમાં સોજો અને ખંજવાળ આવે છે. પ્રદૂષણને કારણે ત્વચા પર ખીલની સમસ્યા થાય છે.
તેનાથી ત્વચા પર રેસીઝ અને ફોલ્લીઓ થઈ શકે છે. કેટલાક લોકોને પિગમેન્ટેશનની સમસ્યા અને ત્વચા પર ખંજવાળ પણ આવી શકે છે. આ બધી સમસ્યાઓ શરૂઆતમાં એકદમ હળવી લાગે છે, પરંતુ ધીમે-ધીમે સમસ્યાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં શરૂઆતમાં જ ઓળખાણ જરૂરી છે.
ડૉ. ધીર સમજાવે છે કે પ્રદૂષણમાં હાજર કણો સ્કીનના સંપર્કમાં આવે છે અને ત્યાં જમા થાય છે. પ્રદૂષણમાં ધૂળ, માટી અને PM2.5ના નાના કણોનો સમાવેશ થાય છે. જે સ્કીનને નુકસાન પહોંચાડે છે. જે લોકો ઘણા કલાકો સુધી બહાર રહે છે તેમને પ્રદૂષણને કારણે ચામડીના રોગો થવાનું જોખમ વધારે છે.