મહાત્મા ગાંધીની હત્યા પછી કેમ ન થયુ તેમના શરીરનું પોસ્ટમાર્ટમ ? જાણો આ અહેવાલમાં

|

Oct 02, 2022 | 6:31 PM

Knowledge : મહાત્મા ગાંધી આઝાદ ભારતનું માર્ગદર્શન વધારે સમય ન કરી શક્યા. પણ તેમના હત્યા સંબંધિત વાત તમે ક્યારેય સાંભળી જ નહીં હશે. તેમની હત્યા પછી તેમના શરીરનું પોસ્ટમાર્ટમ કરવામાં ન આવ્યુ હતુ.

મહાત્મા ગાંધીની હત્યા પછી કેમ ન થયુ તેમના શરીરનું પોસ્ટમાર્ટમ ? જાણો આ અહેવાલમાં
Knowledge news
Image Credit source: File photo

Follow us on

Knowledge : મહાત્મા ગાંધી વિશે આજે આખી દુનિયા જાણે છે. તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાત, તેમનું આખુ જીવન આજે પણ આખી દુનિયાને પ્રેરણા આપી રહ્યા છે. તેમનું આખુ જીવન જ દુનિયાના દરેક વ્યક્તિ માટે એક આર્દશ સંદેશ છે. તેમના જીવનથી પ્રેરણા લઈને આજે કરોડો લોકો જીવી રહ્યા છે. નાથૂરામ ગોડસે (Nathuram Godse) જેવા લોકો તેમના વિચારોમાં ન માનતા હતા, જેમના કારણે તેમની હત્યા થઈ. મહાત્મા ગાંધી આઝાદ ભારતનું માર્ગદર્શન વધારે સમય ન કરી શક્યા. પણ તેમના હત્યા સંબંધિત વાત તમે ક્યારેય સાંભળી જ નહીં હશે. તેમની હત્યા પછી તેમના શરીરનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ ન હતુ.

30 જાન્યુઆરીના, 1948ના રોજ ગોડસે એ એવુ કામ કર્યુ જેના કારણે ભારત સહિત આખી દુનિયાના લોકો ચોંકી ગયા. મહાત્મા ગાંધી પોતાની રોજની પ્રાર્થના સભામાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. બિડલા હાઉસમાં દક્ષિણપંથી ઉગ્રવાદી નાથૂરામ ગોડસે એ તેમને ગોળી મારી દીધી હતી. મહાત્મા ગાંધીની હત્યા પહેલા પણ થઈ હતી. વર્ષ 1934 પછી તેમની હત્યાના 5 વાર પ્રયાસ થયા હતા, જે નિષ્ફળ થતા હતા. પણ 30 જાન્યુઆરીના, 1948ના રોજ ભારતના લોકોના પ્રિય મહાત્મા ગાંધીની હત્યા થઈ ગઈ.

આરોપીઓને થઈ આ સજા

મહાત્મા ગાંધીની હત્યા પછી કેસ પણ ચાલ્યો, ગોડસે સહિત 8 લોકો વિરુદ્ધ આ કેસ થયો હતો. લાલ કિલ્લામાં વિશેષ અદાલતમાં શરુ કરવામાં આવી હતી. ગોડસે અને નારાયણ આપ્ટેને મૃત્યુ દંડની સજા થઈ. બાકીના તમામ લોકોમે ઉમર કેદની સજા થઈ. જ્યારે વિનાયક દામોદર સાવરકરને છોડી દેવામાં આવ્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેમ બાપૂના શરીરનું પોસ્ટમાર્ટમ ન થયુ ?

મહાત્મા ગાંધીની હત્યા પછી તમામ જરુરી અને રાજકીય પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી. પણ તેમના શરીરનું પોસ્ટમાર્ટમ કરવામાં ન આવ્યુ. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિમાં એવુ સૂચિત કરવામાં આવ્યુ છે કે બાપૂની હત્યા પછી તેમના શરીરનું પોસ્ટમાર્ટમ નહીં થયુ. કારણ કે તેમના પરિવારવાળાની ઈચ્છા હતી કે તેમના શરીરનું પોસ્ટમાર્ટમ ન કરવામાં આવે. આ વાત વિશે જાણવા સુબ્રમણ્યમ સ્વામી જેવા અનેક લોકોએ અરજી પણ કરી હતી. પણ તેમને આ અંગે જવાબ આપવામાં ન આવ્યો. પણ બાપૂના જવાથી આપણા દેશને એક મહાન આત્માના જવાથી ક્ષતિ થઈ હતી.

Next Article