AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક, આ તારીખ પછી ચુકવવો પડશે ચાર્જ

બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે આધાર કાર્ડ બનાવવું ફરજિયાત છે, જેમની પાસે આધાર કાર્ડ નથી તેમને ઘણી જગ્યાએ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે જો તમારે પણ નવું આધાર કાર્ડ બનાવવું છે કે આધાર કાર્ડમાં નામ કે સરનામું અપડેટ કરાવું છે, તો ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.

મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક, આ તારીખ પછી ચુકવવો પડશે ચાર્જ
aadhaar card updateImage Credit source: Twitter @uidai
| Updated on: Mar 11, 2024 | 7:02 PM
Share

તમે કોઈપણ સરકારી યોજના માટે અરજી કરવા માંગો છો અથવા સિમ કાર્ડ ખરીદવા માંગો છો તો દરેક જગ્યાએ તમારા આધાર કાર્ડની જરૂર પડે છે. એટલે કે આજે દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ હોવું જરૂરી બની ગયું છે.

આ જ કારણ છે કે બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે આધાર કાર્ડ બનાવવું ફરજિયાત છે, જેમની પાસે આધાર કાર્ડ નથી તેમને ઘણી જગ્યાએ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે જો તમારે પણ નવું આધાર કાર્ડ બનાવવું છે કે આધાર કાર્ડમાં નામ કે સરનામું અપડેટ કરાવું છે, તો ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.

આધાર કાર્ડમાં તમે તમારી જન્મતારીખ, મોબાઈલ નંબર અથવા સરનામું વગેરે જેવી વિગતો મફતમાં અપડેટ કરી શકો છો. 14 માર્ચ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકાશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું

  • સૌ પ્રથમ તમારે આધારની અધિકૃત વેબસાઈટ પર જઈને લોગ ઈન કરવું પડશે.
  • આધાર નંબર અને વન-ટાઇમ પાસવર્ડ (OTP) દાખલ કરવાથી લોગ ઇન થઈ જશે.
  • આ માટે તમારે myaadhaar.uidai.gov.in પર જવું પડશે.
  • આ પછી તમારી સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર દેખાશે.
  • સુધારા માટે તમને દસ્તાવેજો અપલોડ કરવા પડશે, જેનું કદ 2 MB કરતા વધુ ન હોવું જોઈએ.
  • બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

ત્યાર બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. જેની તમને મેસેજ દ્વારા આધાર અપડેટ વિશે માહિતી મળશે. જે પછી તમે વેબસાઈટ પરથી તમારું આધાર ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઓનલાઈન અરજી નથી કરી રહ્યા તો તમે કોઈપણ નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરી શકો છો. જો કે આ માટે ફી ભરવાની રહેશે.

g clip-path="url(#clip0_868_265)">