Planets: ઓગસ્ટ મહિનામાં થશે દુર્લભ ખગોળીય ઘટના, હજારો વર્ષો બાદ સુપરમૂન સાથે, સૂર્ય અને શનિનો થશે સંયોગ
ઓગસ્ટ મહિનામાં વિશ્વમાં ઘણી દુર્લભ ખગોળીય ઘટનાઓ બનવા જઈ રહી છે. ખગોળશાસ્ત્રીઓના અનુસાર આ પ્રકારની ખગોળીય ઘટનાઓ હજારો વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે.
Planets: ઓગસ્ટ મહિનામાં વિશ્વમાં ઘણી દુર્લભ ખગોળીય ઘટનાઓ બનવા જઈ રહી છે. ખગોળશાસ્ત્રીઓના અનુસાર આ પ્રકારની ખગોળીય ઘટનાઓ હજારો વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. આ દરમિયાન, સુપરમૂન સાથે, સૂર્ય અને શનિનો સંયોગ પણ થશે. આ મહિનામાં શનિ પણ તેના વલયો સાથે દેખાશે. નાસા દ્વારા જણાવ્યા અનુસાર, વિશ્વના ઘણા દેશોના લોકો આ ખગોળીય ઘટનાઓને જોઈ શકશે.
આ પણ વાંચો : Video : આકાશમાં જોવા મળી અદ્દભુત ખગોળીય ઘટના, દુનિયાએ માણ્યો Pink Moonનો નજારો
18 ઓગસ્ટે ઝીરો શેડો ડે
18મી ઓગસ્ટે વિશ્વમાં ઝીરો શેડો ડે હશે. જેનો અર્થ છે કોઈપણ પ્રકારનો પડછાયો જોવો નહી મળે. આ દિવસે સૂર્ય પૃથ્વીની બરાબર ઉપર હશે. આ દરમિયાન, કંઈપણ વસ્તુનો પડછાયો પડશે નહી. આ સમય દરમિયાન ઘણા દેશોમાં લોકોને કોઈ પણ વસ્તુનો પડછાયો દેખાશે નહીં. જો તમે વિચારી રહ્યા છો કે આ દિવસે આપણો પડછાયો સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે, તો તમે ખોટા છો. આ દિવસે સૂર્યના કિરણો ઊભી રીતે પડે છે. જેના કારણે આપણો પડછાયો અહી-ત્યાં ફેલાવાને બદલે બરાબર આપણા પગ નીચે બને છે. અ
27 ઓગસ્ટે શનિ અને તેના વલયો પૃથ્વીની નજીક આવશે
27 ઓગસ્ટેના રોજ શનિ અને તેના વલયો નજીકથી જોઈ શકશે. આ દિવસે શનિ સંપૂર્ણપણે સૂર્યની વિરુદ્ધ અને પૃથ્વીની ખૂબ નજીક હશે. જેથી પૃથ્વી પર રહેતા લોકો આ અવકાશી ભવ્યતાના સાક્ષી બનશે. આ ખૂબ જ દુર્લભ ખગોળીય ઘટના છે, જે ઘણા વર્ષો પછી જોવા મળેશે.
30 ઓગસ્ટે સુપર મૂન ( Super Moon) જોવા મળશે
30 ઓગસ્ટેના રોજ સુપર મૂન જોવા મળશે. હકીકતમાં, જ્યારે એક મહિનામાં બે પૂર્ણ ચંદ્ર હોય છે. ત્યારે બીજી પૂર્ણિમા સાથેના સુપરમૂનને બ્લુ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લુ મૂનની ઘટના લગભગ અઢી વર્ષમાં એકવાર જોવા મળે છે. અગાઉ બ્લુમૂન 22 ઓગસ્ટ 2021ના રોજ જોવા મળ્યું હતું.
સુપર મૂન ( Super Moon) શું છે ?
સુપર મૂનના ( Super Moon) દિવસે, ચંદ્ર પૃથ્વી પરથી સૌથી મોટો અને તેજસ્વી દેખાય છે. આ ઘટના ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીની નજીક આવવાને કારણે થાય છે. પેરીજી તરીકે ઓળખાય છે. સુપર મૂન ( Super Moon) શબ્દ 1979માં જ્યોતિષી રિચાર્ડ નોલ દ્વારા બનાવવામાં આવ્યો હતો. નાસા અનુસાર, સુપર મૂન દૈનિક ચંદ્ર કરતાં 10 ટકા વધુ તેજસ્વી છે. સુપર મૂન દુર્લભ છે.