ઝેલેન્સ્કીની વિશ્વને આજીજી, કહ્યું- યુદ્ધ અટકાવવા સંકોચ છોડીને યુક્રેનને મદદ કરો

|

Jan 19, 2023 | 7:15 AM

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિશ્વએ રશિયા કરતાં વધુ ઝડપથી આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે આ યુદ્ધને ખતમ કરવું પડશે. આ માટે સમગ્ર વિશ્વએ યુક્રેનને સમર્થન આપવા માટે એક થવું પડશે.

ઝેલેન્સ્કીની વિશ્વને આજીજી, કહ્યું- યુદ્ધ અટકાવવા સંકોચ છોડીને યુક્રેનને મદદ કરો
Volodymyr Zelensky at World Economic Forum

Follow us on

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બુધવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે, રશિયાને યુદ્ધ શરૂ કરવામાં સેકન્ડ લાગી પરંતુ વિશ્વને પ્રતિબંધો લાદવામાં દિવસો લાગ્યા છે. યુક્રેનના કિવથી ઓનલાઈન વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારે રશિયાએ વિના સંકોચે ક્રિમિયા પર હુમલો કર્યો ત્યારે દુનિયાએ ખચકાટ અનુભવ્યો હતો, પરંતુ દુનિયાએ હવે ખચકાવું જોઈએ નહીં. વિશ્વએ રશિયા કરતાં વધુ ઝડપથી આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે આ યુદ્ધને ખતમ કરવું પડશે. આ માટે સમગ્ર વિશ્વએ યુક્રેનને સમર્થન આપવા માટે એક થવું પડશે.

લશ્કરી મદદ સાથે નાણાકીય મદદની જરૂર

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યુદ્ધ જીતવા અને સંકટમાંથી બહાર નીકળવા માટે યુક્રેનને સૈન્ય મદદની સાથે સાથે આર્થિક મદદની પણ જરૂર છે. ઝેલેન્સકીએ કહ્યું કે તે પોતાની સલામતી અંગે ચિંતિત નથી, તે ક્યાંય જવા માંગતો નથી અને તેને યુદ્ધ લડવા માટે માત્ર દારૂગોળાની જરૂર છે.

રશિયાએ આતંકવાદીઓમાં સ્થાન બનાવ્યું

યુક્રેન પર રશિયાના આક્રમણને લગભગ એક વર્ષ થઈ ગયું છે. આ પ્રસંગે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક દરમિયાન પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રશિયાને યુદ્ધ શરૂ કરવા માટે થોડી સેકન્ડની જરૂર હતી. પરંતુ વિશ્વને તેના પર પ્રતિબંધ લગાવવામાં દિવસો લાગ્યા છે. આ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ આ યુદ્ધ થકી આતંકવાદીઓમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રશિયાએ પોતાની ભૂલોને ઓળખવી જોઈએ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

યુક્રેનમાં 18 લોકોના મોત થયા

યુક્રેન પર રશિયન સૈન્ય હુમલાઓ વચ્ચે રાજધાની કિવ નજીકના બ્રોવરી શહેરમાં બુધવારે એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સ્થાનિક ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટિર્સ્કી સહિત ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં ષડયંત્રની શક્યતાને નકારી શકાય નહીં. રહેણાંક વિસ્તારના કિન્ડરગાર્ટન પાસે થયેલા અકસ્માતમાં 10 બાળકો સહિત બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

Next Article