ફરી પાકિસ્તાનની આબરુના ધજાગરા, વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના હસ્તક્ષેપ બાદ સિંહોની નીલામી પર લગાવવી પડી રોક

|

Aug 14, 2022 | 4:25 PM

Pakistan: પાકિસ્તાને પૈસાની સાથે બુદ્ધિનું પણ દેવાળુ ફૂંક્યુ હોય તેમ સિંહોની નીલામી શરૂ કરી હતી. લાહોરના ઝુમાં રહેલા 12 સિંહોને તેમણે વેચવા કાઢ્યા હતા કારણ કે તેના ખોરાકનો ખર્ચો પણ પાકિસ્તાનને હવે ભારે પડી રહ્યો છે. જો કે WWLFના હસ્તક્ષેપ બાદ પાકિસ્તાને આ નીલામી બંધ કરવી પડી છે.

ફરી પાકિસ્તાનની આબરુના ધજાગરા, વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના હસ્તક્ષેપ બાદ સિંહોની નીલામી પર લગાવવી પડી રોક
પાકિસ્તાનના સિંહોની સ્થિતિ

Follow us on

પાકિસ્તાન (Pakistan) માત્ર પૈસાનું દેવાળુ નથી ફુંક્યુ પરંતુ બુદ્ધિનું પણ દેવાળુ ફુંક્યુ છે. પાકિસ્તાન હાથે કરીને તેની આબરુના ધજાગરા કરતુ રહે છે. એ પછી ઈમરાન ખાન હોય કે શાહબાઝ શરીફ, તેઓ તેમની બુદ્ધિનું પ્રદર્શન સમયાંતરે કરતા રહે છે. આવુ જ વધુ એક બુદ્ધુિનું પ્રદર્શન પાકિસ્તાને કર્યુ છે. હાલ પાકિસ્તાન દેવાળિયુ થવાની કગાર પર આવી ગયુ છે. તેની પાસે પોતાના પ્રાણીસંગ્રહાલયમાં રહેલા સિંહો(Lion)ને ખવડાવવાના પણ પૈસા નથી. આથી પાકિસ્તાને લાહોર (Lahore)ના પ્રાણીસંગ્રહાલયમાં રાખેલા 16 સિંહોની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (WWF)ના હસ્તક્ષેપ બાદ પાકિસ્તાને આ હરાજી પર રોક લગાવવી પડી છે.

દેવાળિયા પાકિસ્તાને વેચવા કાઢ્યા સિંહ

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનની આર્થિક હાલત એટલી હદે ખસ્તાહાલ થઈ ગઈ છે કે પાકિસ્તાને તેના આફ્રિકી સિંહોને માત્ર દોઢ લાખથી ત્રણ લાખની નજીવી કિંમતે વેચવા કાઢ્યા હતા. એક ભેંસની કિંમતે પાકિસ્તાન તેના સિંહોને વેચવા તૈયાર થઈ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે એક ભેંસની કિંમત પણ 1 લાખથી 3 લાખ જેટલી હોય છે. પાકિસ્તાનમાં લાહોરમાં 141 એકરમાં ફેલાયેલા પ્રાણી સંગ્રહાલયમાં 40 સિંહો છે જેમાથી 16 સિંહોને પાકિસ્તાને વેચવા કાઢ્યા હતા.

વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના હસ્તક્ષેપ બાદ સિંહોની હરાજી પર લાગી રોક

પાકિસ્તાનમાં હાલ ભયંકર આર્થિક મંદીની સ્થિતિ છે જેના કારણે પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ત્યારે આ પ્રાણીસંગ્રહાલયનો ખર્ચ પણ પાકિસ્તાનને માથે પડતો હોવાથી તેના સિંહોને વેચવાનો નિર્ણય કર્યો હતો જો કે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના હસ્તક્ષેપ બાદ પાકિસ્તાને તેના સિંહોની નીલામી બંધ કરવી પડી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જો કે આ નીલામીના સમાચાર સામે આવતા ચોમેરથી પાકિસ્તાનને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે પાકિસ્તાને જગ્યાનું બહાનુ આગળ ધર્યુ છે. પાકિસ્તાને જણાવ્યુ કે તેના પ્રાણીસંગ્રહાલયમાં જગ્યા ઓછી હોવાથી તેમણે આ સિંહોની નીલામી શરૂ કરી છે. જેમા પ્રશાસન દ્વારા એક સિંહની કિંમત 9000 ડોલર એટલે 7 લાખ જેટલી રખાઈ હતી. જો કે બાદમાં એવી પણ ખબરો સામે આવી હતી કે પાકિસ્તાન આ સિંહોને દોઢથી ત્રણ લાખમાં પણ વેચવા તૈયાર થઈ ગયુ છે. જો કે જીવદયાપ્રેમીઓ અને પશુ સંરક્ષણ સંગઠનના લોકો દ્વારા આ નીલામીનો આકરો વિરોધ કરવામા આવ્યો હતો.

આ નીલામીનો વિરોધકર્તાઓનુ કહેવુ છે કે જો જગ્યાની સમસ્યા હોય તો આ સિંહોને અન્ય પ્રાણી સંગ્રહાલયલમાં શિફ્ટ કરી દેવા જોઈએ. તો બીજી તરફ પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓના જણાવ્યા મુજબ સિંહને ખરીદનાર વ્યક્તિ માટે ઝુ તરફથી કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમા નીલામી માટે પ્રાણીસંગ્રહાલય દ્વારા દરેક સિંહ દીઠ દોઢ લાખ રૂપિયા પહેલા જમા લઈ લેવામાં આવે છે. જો કે આ નીલામીથી સિંહ પાળવાના શોખીન લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે આ અગાઉ એવા પણ સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે પાકિસ્તાનમાં નવા લગ્ન કરનારા જોડા સિંહ સાથે ફોટા પડાવતા જોવા મળ્યા હતા. જેમા આવા પ્રાણીસંગ્રહાલયના સિંહને લાવીને દુ્લ્હા-દુલ્હન તેમની સાથે લગ્નના ઝોડામાં ફોટો પડાવતા હતા આ ઘટના સામે આવ્યા બાદ પણ પાકિસ્તાનની ભારે ટીકા થઈ હતી ત્યારે વારંવાર પાકિસ્તાન આ રીતે બુદ્ધિનું પ્રદર્શન કરતુ રહે છે.

Next Article