AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લંડન ન્યુઝ : લેખક અમીશ ત્રિપાઠીએ લંડનના નેહરુ સેન્ટરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

અમીશ ત્રિપાઠી આ અઠવાડિયે મુંબઈ પરત ફરી રહ્યા છે, તેઓને આશા છે કે લંડન તેમનું બીજું ઘર બની રહેશે. કારણ કે તે વિશ્વના સૌથી ખાસ શહેરોમાંનું એક છે અને બ્રિટિશ નાગરિક તરીકે તેમની પત્ની શિવાનીનો પણ તેમની સાથે ઊંડો સંબંધ છે. અમીશ ત્રિપાઠીએ કહ્યું કે નેહરુ સેન્ટર સમૃદ્ધ વારસા સાથેની ભવ્ય મિલકત છે.

લંડન ન્યુઝ : લેખક અમીશ ત્રિપાઠીએ લંડનના નેહરુ સેન્ટરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
Amish Tripathi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 11:55 PM
Share

બ્રિટિશ રાજધાનીમાં ચાર વર્ષ સુધી સેંકડો ભારત-કેન્દ્રિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન કર્યા પછી લેખક અમીશ ત્રિપાઠીએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં સંસ્કૃતિ અને શિક્ષણ મંત્રી અને નેહરુ સેન્ટરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

અમીશ ત્રિપાઠી આ અઠવાડિયે મુંબઈ પરત ફરી રહ્યા છે, તેઓને આશા છે કે લંડન તેમનું બીજું ઘર બની રહેશે. કારણ કે તે વિશ્વના સૌથી ખાસ શહેરોમાંનું એક છે અને બ્રિટિશ નાગરિક તરીકે તેમની પત્ની શિવાનીનો પણ તેમની સાથે ઊંડો સંબંધ છે.

અમીશ ત્રિપાઠીએ કહ્યું કે નેહરુ સેન્ટર સમૃદ્ધ વારસા સાથેની ભવ્ય મિલકત છે. મને ખૂબ ગર્વ છે કે મને આ મહાન સંસ્થામાં યોગદાન આપવાની તક મળી. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભારતમાં સંસ્કૃતિના ક્ષેત્રમાં આ એક અદ્ભુત સમય છે અને નહેરુ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દરેક રીતે ભારત વધુ પ્રભાવશાળી બની રહ્યું છે. અમીશ ત્રિપાઠીએ કહ્યું કે અમારી પાસે બ્રિટનમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક છે. મને લાગે છે કે આ બધા સાથે ભારતનો સાંસ્કૃતિક પ્રભાવ પણ વધશે.

અમીશ ત્રિપાઠી વિશે

અમીશ ત્રિપાઠીનો એક ભારતીય લેખક અને રાજદ્વારી પણ છે. તેઓ શિવા ટ્રાયોલોજી અને રામ ચંદ્ર શ્રેણી માટે જાણીતા છે. 2010થી અત્યાર સુધીમાં તેમના પુસ્તકોની 6 મિલિયનથી વધુ નકલો વેચાઈ ચુકી છે. તેઓ યુકેમાં ભારતના હાઈ કમિશનમાં મંત્રી તરીકે અને નેહરુ સેન્ટર લંડનના ડિરેક્ટર પદે હતા. આ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત તેઓ ટીવી ડોક્યુમેન્ટ્રી માટે હોસ્ટ પણ કરે છે, તાજેતરમાં ડિસ્કવરી ટીવી માટે, લિજેન્ડ્સ ઓફ ધ રામાયણમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો પાકિસ્તાન: ખાવા માટે નથી ભોજન, પીવા માટે નથી પાણી, પાકિસ્તાન છોડીને જઈ રહેલા અફઘાનીસ્તાનના લોકોની હાલત કફોડી

ધ ઈમોર્ટલ્સ ઓફ મેલુહા અમીશ ત્રિપાઠીની પ્રથમ નવલકથા ફેબ્રુઆરી 2010માં પ્રકાશિત થઈ હતી. આ શ્રેણીનું બીજું પુસ્તક ધ સિક્રેટ ઓફ ધ નગાસ ઓગસ્ટ 2011માં રિલીઝ થયું હતું અને આ શ્રેણીનું ત્રીજું અને અંતિમ પુસ્તક ધ ઓથ ઓફ ધ વાયુપુત્રો ફેબ્રુઆરી 2013માં રિલીઝ થયું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">