જાપાનમાં ‘નાનામાડોલ’નું સંકટ : મોટા નુકસાનની શક્યતા, લાખો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ, એલર્ટ જાહેર

|

Sep 18, 2022 | 4:20 PM

વાવાઝોડું 'નાનામાડોલ' (nanmadol) જાપાનના દક્ષિણ વિસ્તારમાં સ્થિત ક્યુશુ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે આજે ગમે ત્યારે ક્યુશુ વિસ્તારમાં પહોંચી શકે છે.

જાપાનમાં નાનામાડોલનું સંકટ : મોટા નુકસાનની શક્યતા, લાખો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ, એલર્ટ જાહેર
જાપાનમાં તોફાનનો કહેર

Follow us on

જાપાનમાં (japan)વિનાશકારી તોફાન ‘નાનામાડોલ’નો (nanmadol)અવાજ સંભળાયો છે. આ તોફાનના (storm) કારણે 20 લાખથી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારો છોડીને અન્યત્ર જવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું એવું હશે, જેની તબાહી આ પહેલા ક્યારેય કોઈએ અનુભવી નથી. રોયટર્સના અહેવાલ મુજબ, આ તોફાન રવિવારે એટલે કે આજે ગભરાટ ફેલાવે તેવી શક્યતા છે. ‘નાનામાડોલ’ આજે જાપાનના દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ પૈકીના એક દક્ષિણ ક્યુશુને ટકરાશે તેવી અપેક્ષા છે. માનવામાં આવે છે કે આ વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થઈ શકે છે. આ કારણોસર, 9,65,000 મકાનોમાં રહેતા લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જાપાનના હવામાન વિભાગ દ્વારા આ ખતરનાક વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ તોફાન ઝડપથી જાપાન તરફ આગળ વધી રહ્યું છે. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે આ સપ્તાહના અંતમાં જાપાનના કેટલાક વિસ્તારોમાં પહોચીને તબાહીનું તોફાન ‘નાનામાડોલ’ તબાહી મચાવી શકે છે. જો કે આ તોફાન હજુ પણ જાપાનના મિનામી ડેટો આઈસલેન્ડથી લગભગ અઢીસો કિલોમીટર દૂર છે. તે આજે જાપાનના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડું ‘નાનામાડોલ’ જાપાનના દક્ષિણ વિસ્તારમાં સ્થિત ક્યુશુ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે આજે ગમે ત્યારે ક્યુશુ વિસ્તારમાં પહોંચી શકે છે.

મકાનો તૂટી પડવાની શક્યતા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જાપાનમાં ‘નાનામાડોલ’ વાવાઝોડાને કારણે તેજ પવનને કારણે મકાન ધરાશાયી થવાની પણ સંભાવના છે. વાવાઝોડા દરમિયાન લોકોને મજબૂત ઈમારતોમાં રહેવા અને બારીઓથી દૂર રહેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. ઝડપથી આગળ વધી રહેલા વાવાઝોડાને કારણે જાપાનના દક્ષિણ પશ્ચિમ શહેર કાગોશિમામાં લગભગ 34 હજાર લોકોને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. જાપાનના શહેર કાગોશિમા સાથે ટકરાયા બાદ ત્યાં પૂરનો ભય છે. આ પછી, આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર દિશામાં આગળ વધશે.

સમુદ્રમાં તોફાની મોજાઓ ઉછળશે

જાપાની હવામાન એજન્સી અનુસાર તોફાનના કારણે દરિયામાં તોફાની મોજા જોવા મળી શકે છે. લોકોને નદીઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. જાપાનના હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે, આ આશંકા સાથે કે તોફાનના કારણે જાપાનમાં ઘણા ઘરો ધરાશાયી થઈ જશે. તેમજ અનેક જગ્યાએ ભૂસ્ખલનની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આખી દુનિયા ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહી છે, જેના કારણે જગ્યાએ જગ્યાએ ભારે તોફાન અને ભારે હવામાનની ઘટનાઓ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Next Article