Breaking News: દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે ! સીઝફાયર નહીં થાય તો… ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સામે આરપારની લડાઈનું એલાન કરી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સીઝફાયર નહીં થાય અને હોર્મુઝ સ્ટ્રેટ વ્યાપાર માટે નહીં ખુલે તો અમેરિકા ઈરાનના ઉર્જા સંસાધનો તેલના કુવા અને વીજળી મથકોને બોમ્બથી ઉડાવી દેશે.

Breaking News: દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે ! સીઝફાયર નહીં થાય તો... ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી
Image Credit source: Tv9Gujarati
| Updated on: Mar 30, 2026 | 10:00 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પાયમાલ કરવાની નવી અને અત્યંત ગંભીર ધમકી આપીને હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન જલ્દી સમજૂતી નહીં કરે અને યુદ્ધ વિરામ લાગુ નહીં થાય તો અમેરિકી સેના ઈરાનના ઉર્જા ઠેકાણાઓને નિશાન બનાવશે. ટ્રમ્પના મતે જો હોર્મુઝ સ્ટ્રેટ તુરંત વ્યાપાર માટે ખુલ્લું મૂકવામાં નહીં આવે તો પરિણામ ભયંકર આવશે.

નેસ્તનાબૂદ થશે ઈરાનના ઉર્જા ઠેકાણા

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું કે અમે ઈરાનમાં સૈન્ય અભિયાન સમાપ્ત કરવા માટે ગંભીર વાતચીત કરી રહ્યા છીએ પરંતુ જો કોઈ કારણસર જલ્દી સમજૂતી નહીં થાય તો અમે ઈરાનના તમામ વીજળી ઉત્પાદન પ્લાન્ટ તેલના કુવા અને વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા ખાર્ગ આઈલેન્ડને સંપૂર્ણપણે ઉડાવી દઈશું. આટલું જ નહીં ટ્રમ્પે ઈરાનના પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ્સ (Desalination Plants) ને પણ નષ્ટ કરવાની ધમકી આપી છે.

શું છે ટ્રમ્પની શરત?

ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથેની વાતચીતમાં પ્રગતિ થઈ છે પરંતુ તે પૂરતી નથી. જો ઈરાન ટૂંક સમયમાં વલણ નહીં બદલે તો અમેરિકા એવી કાર્યવાહી કરશે જેનાથી ઈરાનનું અર્થતંત્ર અને પાયાની સુવિધાઓ જમીનદોસ્ત થઈ જશે. ટ્રમ્પની આ ધમકી બાદ ગલ્ફ દેશોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે કારણ કે જો ઈરાનના તેલના કુવાઓ પર હુમલો થાય તો વૈશ્વિક સ્તરે ઈંધણની કટોકટી સર્જાઈ શકે છે.

ઈરાન પર ટ્રમ્પનો કાળો કેર સમજૂતી નહીં થાય તો ઉર્જા મથકો અને તેલના કુવાઓ ગમે ત્યારે રાખમાં ફેરવાઈ જશે. આ ધમકી બાદ સમગ્ર વિશ્વમાં તેલના ભાવ અને સુરક્ષાને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

નાળિયેરના ભાવ મુદ્દે ખેલાયો લોહીયાળ જંગ, વેપારીઓ વચ્ચેના વિવાદમાં પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો

Published On - 9:58 pm, Mon, 30 March 26

Follow Us