3500 ફૂટની ઉંચાઈએ ઉડતા વિમાનમાં ગોળી છૂટી, કેબિનને વીંધીને પેસેન્જરને વાગી ગઈ

|

Oct 02, 2022 | 9:33 PM

વિમાન 3,500 ફૂટની ઊંચાઈએ અને એરપોર્ટથી લગભગ ચાર માઈલ ઉત્તરમાં ઉડી રહ્યું હતું. આ ઘટના બાદ, Loikaw માં મ્યાનમાર નેશનલ એરલાઈન્સ ઓફિસે જાહેરાત કરી હતી કે શહેરની તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

3500 ફૂટની ઉંચાઈએ ઉડતા વિમાનમાં ગોળી છૂટી, કેબિનને વીંધીને પેસેન્જરને વાગી ગઈ
મ્યાનમારમાં પેસેન્જરને પ્લેનમાં ગોળી મારી
Image Credit source: Twitter

Follow us on

મ્યાનમારમાં (Myanmar)એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પ્લેનમાં (Plane) બેઠેલા એક મુસાફરને ગોળી (Miss firing)મારી દેવામાં આવી છે. વિમાન હવામાં ઉંચું હતું, જ્યારે પેસેન્જરને આ ગોળી લાગી હતી. ગોળી જમીન પરથી છોડવામાં આવી હતી જે વિમાનની કેબિનને વીંધીને મુસાફરને વાગી હતી. મુસાફરને ચહેરા પર ઈજા થઈ છે. અલ જઝીરાના અહેવાલ મુજબ તે સમયે પ્લેનમાં 63 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન વિમાનમાં બેઠેલા મુસાફરને જમીન પરથી ગોળી છોડવામાં આવી હતી અને તે હવામાં અથડાઈ હતી.

આ ઘટના મ્યાનમાર નેશનલ એરલાઈન્સની કહેવાય છે. પ્લેનના લેન્ડિંગ બાદ ઘાયલ મુસાફરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મ્યાનમાર સરકારના પ્રવક્તા મેજર-જનરલ ઝાવ મીન તુને શનિવારે જણાવ્યું હતું કે મુસાફરને હોસ્પિટલમાં સારવાર મળી હતી. આ સાથે તેમણે આવા હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મ્યાનમારની સેના હાલમાં સત્તા પર છે. આવી સ્થિતિમાં સૈન્ય સરકારે આ ઘટના પાછળ વિદ્રોહી દળોનો હાથ હોવાનું જણાવ્યું છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. જો કે, બળવાખોર જૂથે આવા કોઈપણ હુમલાનો ઈન્કાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એરલાઇન્સે અનિશ્ચિત સમય માટે ફ્લાઇટ્સ રદ કરી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ધ સને અહેવાલ આપ્યો હતો કે વિમાન 3,500 ફૂટની ઊંચાઈએ અને એરપોર્ટથી લગભગ ચાર માઈલ ઉત્તરે ઉડી રહ્યું હતું. આ ઘટના બાદ, Loikaw માં મ્યાનમાર નેશનલ એરલાઈન્સ ઓફિસે જાહેરાત કરી હતી કે શહેરની તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે સેનાએ બળવો કરીને દેશની સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. બળવાખોર જૂથે તેનો વિરોધ કર્યો હતો. ત્યારથી, પૂર્વીય રાજ્ય કાયામાં સૈન્ય અને બળવાખોર જૂથો વચ્ચે સતત મડાગાંઠ ચાલી રહી છે. જ્યારે લોકોએ બળવાનો વિરોધ કર્યો તો સેનાએ બળની મદદથી તેને કચડી નાખ્યો. આ પછી, હજારો નાગરિકોએ પીપલ્સ ડિફેન્સ ફોર્સ નામનું લશ્કરી સંગઠન બનાવ્યું. સેનાએ આ સંગઠનને જવાબદાર ગણાવ્યું છે.

Next Article