ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને આપી ધમકી, કહ્યું- યહૂદી શાસન ખતમ કરી દેવામાં આવશે

|

Aug 29, 2022 | 8:37 PM

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ સોમવારે ઈઝરાયેલને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા સંબંધિત મુદ્દાઓના નિરાકરણ વિના કરારનો કોઈ અર્થ નથી.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને આપી ધમકી, કહ્યું- યહૂદી શાસન ખતમ કરી દેવામાં આવશે
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ ઈઝરાયેલને ધમકી આપી છે
Image Credit source: PTI

Follow us on

ઈરાનના (IRAN)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ (Ibrahim Raisi) સોમવારે જણાવ્યું હતું કે પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરવા માટેના કોઈપણ રોડમેપને ત્યારે જ આગળ વધારવામાં આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો દેશમાં અઘોષિત સ્થળોમાંથી યુરેનિયમના કણોની શોધની તેમની તપાસ બંધ કરશે. રાયસીએ રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો એક વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઈઝરાયેલને ધમકી પણ આપી હતી. તેણે કડક વલણ બતાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઇરાનની અર્થવ્યવસ્થા અને ચલણ, રિયાલ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે પીડાય છે.

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ ઈરાનને ઈરાનમાં અજ્ઞાત સ્થળોએ મળી આવેલા માનવસર્જિત યુરેનિયમ કણોનો જવાબ આપવા કહ્યું છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓ, પશ્ચિમી દેશો અને IAEAએ કહ્યું છે કે ઈરાન 2003 સુધી સંગઠિત પરમાણુ હથિયારોના કાર્યક્રમ પર કામ કરી રહ્યું હતું. જોકે, ઈરાને પરમાણુ હથિયારો મેળવવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે.

‘સુરક્ષા મુદ્દાઓને સંબોધ્યા વિના કરાર અર્થહીન છે’

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાયસીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “સુરક્ષા મુદ્દાઓને ઉકેલ્યા વિના કરાર અર્થહીન છે,” રાયસીએ ઇઝરાયેલને ધમકી પણ આપી. જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાની તેની ધમકીઓને અમલમાં મૂકવાનું નક્કી કરે છે, તો યહૂદી શાસનનો પણ નાશ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે……

 

આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Published On - 8:29 pm, Mon, 29 August 22

Next Article