ન્યૂઝીલેન્ડ નજીકના દરિયામાં જ્વાળામુખી ફાટતા સમગ્ર વિશ્વ એલર્ટ પર, સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી

|

Jan 16, 2022 | 8:43 PM

સમુદ્રમાં જ્વાળામુખી ફાટવાને કારણે અમેરિકામાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય જાપાનમાં ઊંચા મોજા જોવા મળ્યા છે.

ન્યૂઝીલેન્ડ નજીકના દરિયામાં જ્વાળામુખી ફાટતા સમગ્ર વિશ્વ એલર્ટ પર, સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી
World at risk of Tsunami after volcano erupts near New Zealand's Sea

Follow us on

ન્યુઝીલેન્ડ (New Zealand) નજીક આવેલા ટોંગાના (Tonga) સમુદ્રમાં જ્વાળામુખી ફાટ્યા બાદ સમગ્ર વિશ્વ એલર્ટ પર છે. યુએસ નેશનલ વેધર સર્વિસે પેસિફિક મહાસાગરની નજીકના કેટલાક રાજ્યો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. યુએસ વેસ્ટ કોસ્ટ, હવાઈ અને અલાસ્કામાં સુનામી દરમિયાન સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાનું જોખમ ઊભું થયું છે. જાપાનમાં સુનામી ત્રાટકી હોવાના અહેવાલ પણ છે, જોકે નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ ત્યાંથી ઘણા ફોટો-વીડિયો સામે આવ્યા છે.

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા દેશની નજીક શનિવારે પાણીની અંદર જ્વાળામુખી ફાટવાને કારણે ટોંગા સહિત જાપાન અને અમેરિકામાં સુનામીનો ખતરો વધી ગયો છે. અમેરિકામાં સુનામીના ભયને લઈને ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટથી મળેલી તસવીરોમાં આકાશમાં લગભગ 20 કિલોમીટરની ઉંચાઈ સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળે છે.

આ સાથે ન્યુઝીલેન્ડમાં 2,300 કિલોમીટરથી વધુ દૂર આવેલા જ્વાળામુખી ફાટ્યા બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર જ્વાળામુખી ફાટ્યા બાદ ભારે અને અસામાન્ય મોજા ન્યુઝીલેન્ડના દરિયાકાંઠે અથડાઈ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સેટેલાઇટ તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે ટોંગામાં જ્વાળામુખી ફાટ્યા બાદ સર્જાયેલા ખતરનાક મોજા ચારે તરફ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ લહેરો પાણીના પ્રવાહને વેગ આપે છે. આ ગતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટોંગાની રાજધાનીમાં 1.2 મીટર સુધીના મોજા નોંધાયા છે.

 

આ પણ વાંચો –

Afghanistan:મહિનાઓ પછી બદલાયો તાલિબાનોનો મૂડ, 21 માર્ચ પછી ખુલશે છોકરીઓની તમામ શાળાઓ

આ પણ વાંચો –

America: ટેકસાસમાં બાન પકડનારાને ઠાર કરીને 4 બંધકોને છોડાવ્યા, પાકિસ્તાનના વૈજ્ઞાનિકને છોડાવવા બનાવ્યા હતા બંધક

આ પણ વાંચો –

North Koreaના હેકર્સે 3000 કરોડ રૂપિયાના Cryptocurrencyની ચોરી કરી, આ રકમનાં ઉપયોગ પાછળના મનસૂબાએ વિશ્વના દેશોને ચિંતાતુર બનાવ્યા

Next Article