OMG ! 32 માં માળ પર મજૂરો કરી રહ્યા હતા કામ, મહિલાએ ગુસ્સામાં કાપી નાંખ્યા તેમના દોરડા અને પછી થયું આ

|

Oct 29, 2021 | 7:35 AM

આ કેસમાં મુખ્ય આરોપી મહિલા અને તેના વકીલ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે તેને સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવા બતાવ્યા હતા. પરંતુ તેમ છતાં તેણે કામદારોને મારવાના  ઈરાદાને નકાર્યો હતો.

OMG ! 32 માં માળ પર મજૂરો કરી રહ્યા હતા કામ, મહિલાએ ગુસ્સામાં કાપી નાંખ્યા તેમના દોરડા અને પછી થયું આ
Woman cuts rope holding painters on a condo building in Thailand

Follow us on

ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કોઈને કોઈ એવા સમાચાર આવતા જ રહે છે, જેના વિશે સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. હાલમાં ફરી એક એવા જ સમાચાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યા છે. હકીકતમાં, એક મહિલાએ ગુસ્સામાં બિલ્ડિંગની બહાર કામ કરી રહેલા બે પેઇન્ટર્સના દોરડા કાપી નાખ્યા કારણ કે તેઓએ અગાઉથી કહ્યું ન હતું કે તે દિવસે તેઓ કામ કરવાના છે. આ સાથે મહિલાએ તેમને 26મા માળે લટકતા છોડી દીધા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે 26મા માળના રહેવાસીઓ દ્વારા દોરડાથી લટકતા બે પેઇન્ટર્સને બારી ખોલીને અંદર જવા માટે કહેવામાં આવી રહ્યું છે. પેઇન્ટર સોંગે થાઇ મીડિયાને જણાવ્યું કે તે અને તેના બે મિત્રો બિલ્ડિંગમાં પડેલી તિરાડને રિપેર કરવા આવ્યા હતા. પરંતુ તેની સાથે એક એવી ઘટના બની, જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જો કે મહિલાએ કયા કારણોસર દોરડું કાપ્યું તે અંગે કંઇ નક્કર કહી શકાય તેમ નથી. તે જ સમયે, મીડિયાએ કહ્યું કે જ્યારે કામદારો તેના રૂમની બહાર દેખાયા ત્યારે તે ગભરાઈ ગઈ હતી. કારણ કે મહિલાને અગાઉ જણાવવામાં આવ્યું ન હતું કે તેઓ કયા દિવસે કામ પર આવવાના છે. મહિલાએ પહેલા તો પોતાની જાતને જવાબદાર ગણવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે તૂટેલા દોરડાના ફિંગર પ્રિન્ટ અને ડીએનએ તપાસ માટે મોકલી આપ્યા હતા.

આ કેસમાં મુખ્ય આરોપી મહિલા અને તેના વકીલ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે તેને સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવા બતાવ્યા હતા. પરંતુ તેમ છતાં તેણે કામદારોને મારવાના  ઈરાદાને નકાર્યો હતો. પોલીસ 15 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. જો આ મહિલા હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠરે તો તેને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. હાલમાં આ બાબત સર્વત્ર છવાયેલી છે.

આ પણ વાંચો –

Fino Payments Bank IPO : ફાયનાન્સ કંપનીનો આજે IPO ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

આ પણ વાંચો –

મેડિકલ સ્ટોર માફીયાઓ બેફામ: ફાર્માસિસ્ટ વિના ચાલતા સ્ટોરની 3 હજાર ફરિયાદો, ફાર્મસી કાઉન્સિલે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 29 ઓક્ટોબર: ઘર સજાવટને લગતી ખરીદી થશે, પરિવાર સાથે સમય પસાર કરીને તાજગી અનુભવશો

Next Article