OMG : આ યુવતી પેનકિલર સમજીને ગળી ગઈ ઈયર ફોન ! પેટમાંથી મ્યુઝિકનો અવાજ આવતા જોવા જેવી થઈ

|

Nov 20, 2021 | 7:18 PM

અમેરિકામાં રહેતી એક યુવતી સાથે ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતીએ ભૂલથી પેનકિલરને બદલે કંઈક બીજુ લઈ લીધુ. બાદમાં જ્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તે જોર જોરથી રડવા લાગી.

OMG : આ યુવતી પેનકિલર સમજીને ગળી ગઈ ઈયર ફોન ! પેટમાંથી મ્યુઝિકનો અવાજ આવતા જોવા જેવી થઈ
File Photo

Follow us on

Viral: ઘણીવાર તમારા બધા સાથે એવું બન્યું હશે કે તમે ભૂલથી કોઈ વસ્તુને બદલે બીજુ કંઈક ખાધું હશે. પછી જ્યારે તમને તમારી ભૂલની ખબર પડી હશે તો તમે ખૂબ હસ્યા હશો અથવા તો તેના પર નારાજ થયા હશો. પરંતુ હવે અમેરિકાના (America)  વોશિંગ્ટનમાં રહેતી એક યુવતી સાથે જે થયું તે ખરેખર આશ્ચર્યજનક હતું. આ યુવતીએ ઈયરફોનને પેનકિલર માનીને ખાઈ લીધા. જે બાદ તે ખૂબ જ પરેશાન થઈ ગઈ અને રડવા લાગી.

 

અહેવાલ મુજબ આ ઘટના વોશિંગ્ટનના (Washington) મેસેચ્યુસેટ્સમાં રહેતી એક યુવતી સાથે બની હતી. આ યુવતીનું નામ કાર્લી છે. તેમને ઘણા સમયથી પેટમાં દુખાવો થતો હતો, તેથી તેણે પેનકિલર લેવાનું વિચાર્યુ. પરંતુ તેણે દવાને બદલે ઈયર ફોન ગળી ગઈ. બાદમાં તેને સમજાયું કે તેણે જે ખાધી તે પેઇનકિલર નહોતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પેટમાંથી મ્યુઝિકનો અવાજ આવ્યો

મળતા અહેવાલ મુજબ આ ઘટના 5 નવેમ્બરની છે. આ યુવતીએ જણાવ્યુ હતુ કે તે સમયે હું મારા એક મિત્ર સાથે હતી. જ્યાં મેં પેનકિલર સમજીને ઈયરફોન લઈ લીધો. મારા મિત્રના ઘરેથી પાછા ફરતી વખતે મને ઈયરફોનનો એક સેટ ન મળ્યો. મેં બાદમાં શોધવાનું શરૂ કર્યું. રસપ્રદ વાત એ હતી કે ઈયરફોનનું લોકેશન મારી સાથે સતત દેખાતું હતું. જ્યારે મેં ફાઈન્ડ માય એરપોડ મ્યુઝિક વગાડ્યું, ત્યારે તેનો અવાજ મારા પેટની અંદરથી આવવા લાગ્યો.

 

જાણ થતા જ મેં એક્સ-રે કરાવવાનું વિચાર્યું કે કોઈ અંગને નુકસાન થયું છે કે કેમ? એક્સ-રે પછી મને ખબર પડી કે મારા તમામ અંગો સુરક્ષિત છે અને હેડફોન પણ કુદરતી રીતે શરીરમાંથી બહાર આવી ગયો છે. હવે આ ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

 

આ પણ વાંચો: સ્કૂટર કે રેલગાડી ? આ વ્યક્તિએ જુગાડથી સ્કૂટરને આપ્યો નવો લુક, લોંગ ડ્રાઈવ પર નીકળેલા આ પરિવારને જોઈને સૌ કોઈ આઘાતમાં

 

આ પણ વાંચો: Video : સ્કૂલ ડ્રેસ પહેરીને સાઈકલ ચલાવતા વાંદરાનો વીડિયો થયો વાયરલ, વાંદરાની મસ્તી જોઈને લોકો હસીને લોટ પોટ થયા

Published On - 7:18 pm, Sat, 20 November 21

Next Article