શું પાકિસ્તાનના લોકોનું તેલ નિકાળી જ માનશે ઈમરાન ખાન? ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના સંકેત

|

Mar 16, 2021 | 7:21 PM

Pakistanમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા જઈ રહ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર ઈંધણની કિંમતોમાં વધારો કરવા માટે ટીકા સહન કરી ચૂકી છે.

શું પાકિસ્તાનના લોકોનું તેલ નિકાળી જ માનશે ઈમરાન ખાન? ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના સંકેત

Follow us on

Pakistanમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા જઈ રહ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર ઈંધણની કિંમતોમાં વધારો કરવા માટે ટીકા સહન કરી ચૂકી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને લીધે મોંઘવારી અને બેકારીના ડબલ ડરનો સામનો કરી રહેલા લોકોની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. નોંધનીય છે કે તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા અને ચિકનનો ભાવ પ્રતિ કિલો રૂ.500 સુધી પહોંચી ગયો છે.

 

જીઓ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર Pakistanના ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓજીઆરએ)એ પેટ્રોલિયમ વિભાગને સમરી મોકલી છે, જેમાં તેણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો સૂચવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમિટમાં ઓગ્રાએ જણાવ્યું હતું કે ટેક્સમાં વધારો કરીને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.5.50નો વધારો કરી શકાય છે. જ્યારે ડીઝલની કિંમતમાં લિટર દીઠ 6 રૂપિયાનો વધારો કરી શકાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઈમરાન ખાન ઈંધણની કિંમતમાં વધારો કરવા અંગે નિર્ણય લેશે

સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ રૂ.12.65 અને ડીઝલ પર 12.53 રૂપિયા પ્રતિ લીટર વેરો લેવામાં આવે છે. ઈમરાન ખાને પેટ્રોલના ભાવ વધશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવો પડશે. પેટ્રોલિયમ મંત્રાલય સાથે આ અંગે ચર્ચા કર્યા પછી ઈમરાન ખાન પોતાનો નિર્ણય જણાવશે. જો કે દેશની નબળી આર્થિક સ્થિતિને જોતા એવું લાગતું નથી કે ઈમરાન ખાન કિંમતોમાં વધારો કરવા માટે ના પાડશે. તે તેલની કિંમતોમાં વધારો કરીને સરકારી કફરો ભરવા માંગે છે.

 

PAKમાં ખાદ્યપદાર્થોનો ભાવ સતત વધી રહ્યો છે
નોંધપાત્ર વાત એ છે કે, Pakistanમાં સોનાની કિંમત એક લાખ રૂપિયા તોલો પહોંચી છે. ચિકનનો ભાવ પ્રતિ કિલો 500 રૂપિયાને પાર કરી ગયો છે અને ખાંડનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયો છે. બીજી તરફ ઈંડાની કિંમત 30 રૂપિયા થઈ ગઈ છે. આતંકીઓનું સ્વર્ગ ગણાતા પાકિસ્તાનમાં અન્નના ભાવ સતત વધી રહ્યા છે. દેશમાં મોટાપાયે બેરોજગારી ફેલાય છે અને ત્યારબાદ ફુગાવો સતત સામાન્ય લોકોની કમર તોડી રહ્યો છે. તે જ સમયે ઈમરાન ખાન તેને રોકવા માટે કોઈ મોટો નિર્ણય લઈ શકશે નહીં તેની પર સૌની નજર છે.

 

આ પણ વાંચો: અશ્વિનને T20 અને વન ડેથી બહાર રાખવાને લઈને પૂછાતા સવાલોથી આપ્યો કંઈક આમ જવાબ

Next Article