અફઘાન સૈનિકો નથી લડતા તો અમે અમારા દિકરા અને દિકરીઓને કેમ લડવા મોકલીએ? જો બાઈડને કહ્યું – હવે હું ભૂલનું પુનરાવર્તન નહીં કરું

|

Aug 18, 2021 | 7:32 AM

જો બાઈડને અમેરિકાને સંબોધન કરતા કહ્યુ કે, અફધાનિસ્તાનનુ સૈન્ય તેમના માટે લડી શકતુ ના હોય તો, અમેરિકાના સૈન્ય જવાનો એવા યુધ્ધમાં લડીને મરી ના શકે.

અફઘાન સૈનિકો નથી લડતા તો અમે અમારા દિકરા અને દિકરીઓને કેમ લડવા મોકલીએ? જો બાઈડને કહ્યું - હવે હું ભૂલનું પુનરાવર્તન નહીં કરું
US President joe biden

Follow us on

અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાના નિર્ણય પર પ્રશ્નાર્થ હેઠળ છે. દરમિયાન, યુએસ પ્રમુખ જો બાઈડને અમેરિકાની જનતાને સંબોધતા કહ્યું છે કે જો અફઘાન સૈનિકો લડતા નથી, તો અમારે કેટલી પેઢી સુધી અમેરિકન દીકરા -દીકરીઓ લડવા અફઘાનિસ્તાનમાં લડવા મોકલવા.

તેમણે કહ્યું કે મારો જવાબ સ્પષ્ટ છે. અમે અગાઉ કરેલી ભૂલોનું પુનરાવર્તન હુ નહીં કરું. યુએસ પ્રમુખ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈન્ય દળોને પાછા ખેંચવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. અફઘાન નેતૃત્વને કોઈ સંઘર્ષ વિના તાલિબાનને સત્તા સોંપવા માટે જવાબદાર ઠેરવ્યું અને તાલિબાનને ચેતવણી આપી કે જો તેઓ અમેરિકન કર્મચારીઓ પર હુમલો કરે અથવા દેશમાં તેમની કામગીરીમાં અવરોધ ઉભો કરશે, યુએસ બદલો લેશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અફઘાનિસ્તાનથી આવી રહેલી તસવીરોને અત્યંત વ્યથીત કરાવનારી ગણાવી બાઈડને કહ્યું કે અફધાનિસ્તાનનુ સૈન્ય તેમના માટે લડી શકતુ ના હોય તો, અમેરિકાના સૈન્ય જવાનો એવા યુધ્ધમાં લડીને મરી ના શકે.

અમેરિકાને સંબોધતા જો બાઈડને કહ્યું, અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ખેચવાના મારા નિર્ણય સાથે હુ સંપૂર્ણ રીતે સાચો છું. મને 20 વર્ષ પછી જાણવા મળ્યું કે યુએસ લશ્કર પાછું ખેંચવાનો ક્યારેય સારો સમય આવ્યો જ નહોતો, તેથી અમે હજુ પણ ત્યાં હતા. અમે અફઘાનિસ્તાનમાં જોખમો વિશે સ્પષ્ટ હતા.

અમે દરેક બાબતોને લઈને આકસ્મિક આયોજન કર્યું હતું પરંતુ મેં હંમેશા અમેરિકન લોકોને વચન આપ્યું હતું કે હું તમારી સાથે ખૂબ સ્પષ્ટ રીતે વાત કરીશ. ‘ તેમણે કહ્યું, ‘સત્ય એ છે કે આ બધું આપણે ધાર્યું હતું તેના કરતાં વહેલું થયું. અફઘાનિસ્તાનના નેતાઓએ હાર સ્વીકારી અને દેશ છોડીને ભાગી ગયા. અફઘાન સૈન્ય લડ્યા વિના જ હારી ગયુ હતું. છેલ્લા સપ્તાહની ઘટનાઓએ સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યની દરમિયાનગીરીને સમાપ્ત કરવી એ જ યોગ્ય નિર્ણય હતો.

 

આ પણ વાંચોઃ

Maharaja Ranjit Singh: પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવા પર વિદેશ મંત્રાલયનું નિવેદન, ‘લઘુમતી સમુદાયો સામે હિંસા ચિંતાજનક દરે વધી રહી છે’

 

આ પણ વાંચોઃ

AFGHANISTANને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને અઢી કલાક ચાલી ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ ,ભારત પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે

Next Article