
પ્રાચીન સમયથી જ રશિયન સૈનિકો મોજાને બદલે એક ચોરસ કાપડના ટુકડાને પગની આજુબાજુ લપેટીને પહેરતા આવ્યા છે. જેને ફુટવ્રેપ્સ કહેવામાં આવે છે. ફુટવ્રેપ્સનો રશિયન સેના સાથે બહુ જૂનો નાતો છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે રશિયન સૈનિકો મોજા કેમ નહોતા પહેરતા. તો આજે અમે તમને આ લેખમાં તેનું કારણ પણ જણાવીશું અને સાથે ફુટવ્રેપ્સ શું છે તેના વિશે જાણકારી આપીશું. ફુટવ્રેપ્સ શું છે ? ફુટવ્રેપ્સનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. ફુટવ્રેપ્સ એ લંબચોરસ કાપડનો ટુકડો હોય છે, જે પરસેવો શોષવા અને પગને ઠંડક આપવા માટે પગની આસપાસ વીંટાળવામાં આવે છે. મોજા આવ્યા તે પહેલાં ફૂટવ્રેપ્સ બૂટ સાથે પહેરવામાં આવતા હતા અને 21મી સદીની શરૂઆત સુધી પૂર્વ યુરોપમાં સૈન્ય દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે, રશિયન સેના દ્વારા તો 21મી સદીમાં પણ મોજાના બદલે ફુટવ્રેપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફુટવ્રેપ્સ સામાન્ય રીતે ચોરસ, લંબચોરસ અથવા ત્રિકોણાકાર પણ હોય છે. ફુટવ્રેપ્સને લિનન અથવા કોટનના કાપડમાંથી પાતળા ફેબ્રિકને ફોલ્ડ કરીને બનાવવામાં...