દક્ષિણ આફ્રિકામાં મળેલા ખતરનાક B.1.1.529 વેરિઅન્ટ પર WHOની મળશે બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

|

Nov 26, 2021 | 3:20 PM

New Covid-19 Variant: કોરોનાના નવા વેરિઅન્ટ પછી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વાયરસના નવા વેરિઅંટની સંખ્યામાં વધારો થઈ શકે છે. જે રસી માટે વધુ પ્રતિરોધક હોઈ શકે છે.

દક્ષિણ આફ્રિકામાં મળેલા ખતરનાક B.1.1.529 વેરિઅન્ટ પર WHOની મળશે બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા
File photo

Follow us on

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત દેખાતા કોરોના વાયરસના (Coronavirus) B.1.1529 વેરિઅંટનું (B.1.1.529 variant) નિરીક્ષણ કરી રહી છે. WHO આ અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક વિશેષ બેઠકનું આયોજન કરશે. આ મીટીંગમાં ચર્ચા કરવામાં આવશે કે શું મોટી સંખ્યામાં પરિવર્તિત વેરિયન્ટ્સ ‘વેરિઅન્ટ્સ ઓફ ઈન્ટરેસ્ટ’ કે ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ બની શકે છે. WHOના એક ટોચના અધિકારીએ આ માહિતી આપી છે.

અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ વેરિઅન્ટ સૌથી વધુ ફેરફારોને કારણે ઉભો થયો છે. તે આ અઠવાડિયે પ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં ઓળખવામાં આવ્યો હતો અને તે પહેલાથી જ બોત્સ્વાના સહિત કેટલાક પડોશી દેશોમાં ફેલાયેલો છે. ત્યાં જાણવા મળ્યું છે કે વાયરસનો આ પ્રકાર એવા લોકોમાં જોવા મળ્યો છે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. જેના કારણે ચિંતા વધુ વધી છે. આ વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે.

વાયરસના ફેલાવાના દરમાં વધારો થઈ શકે છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ નવા પ્રકારના ઉદભવ પછી, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વાયરસના નવા પ્રકારોની સંખ્યામાં વધારો થઈ શકે છે, જે રસી માટે વધુ પ્રતિરોધક હોઈ શકે છે. વેરિઅન્ટના ફેલાવાનો દર વધારે હોઈ શકે છે અને કોરોનાના ગંભીર લક્ષણોવાળા કેસ વધી શકે છે.

WHO ખાતે ચેપી રોગ રોગચાળા અને કોવિડ-19 ટેકનિકલ ગ્રૂપનું નેતૃત્વ કરી રહેલા મારિયા વાન કેરખોવે ગુરુવારે પ્રશ્ન અને જવાબ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે, ‘100 કરતાં ઓછા વેરિઅન્ટમાં જીનોમ સિક્વન્સ ઉપલબ્ધ છે. અમે હજુ સુધી તેના વિશે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે આ ફોર્મમાં ઘણા આનુવંશિક ફેરફારો થયા છે. અને જ્યારે તે ઘણા સ્વરૂપો લે છે, ત્યારે ચિંતા છે કે તે કોવિડ-19 વાયરર પર કેવી રીતે અસર કરશે.

WHO દક્ષિણ આફ્રિકાના સહયોગીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે

મારિયા વાન કેરખોવે કહ્યું કે સંશોધકો સાથે મળીને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ફેરફારો અને સ્પાઇક પ્રોટીનને શું કહેવાય છે અને તેની તપાસની પદ્ધતિ, સારવાર અને રસી શું હોઈ શકે છે. કેરખોવે કહ્યું કે વાયરસના ઉત્ક્રાંતિ પર ડબ્લ્યુએચઓનું તકનીકી સલાહકાર જૂથ તેના દક્ષિણ આફ્રિકાના સાથીદારો સાથે ચર્ચા કરી રહ્યું છે.

તેમણે કહ્યું “અમે આવતીકાલે ફરી મળી રહ્યા છીએ,” .અમે આ અંગે ચર્ચા કરવા માટે ખાસ બેઠક બોલાવી રહ્યા છીએ, ચેતવણી આપવા માટે નહીં પરંતુ અમારી પાસે આ સિસ્ટમ છે. અમે આ વૈજ્ઞાનિકોને સાથે લાવીશું અને તેનો અર્થ શું છે અને તેમના માટે ઉકેલ શોધવા માટે સમયમર્યાદા શું હોઈ શકે તેની ચર્ચા કરીશું.

આ પણ વાંચો : 26/11 મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે

આ પણ વાંચો : મદરેસામાં કુકર્મ, મૌલાનાએ આચર્યુ દુષ્કર્મ! સેલવાસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ આરોપી મૌલવીની ધરપકડ

Published On - 3:14 pm, Fri, 26 November 21

Next Article