રાજકારણમાં આવતા પહેલા ભારતની મુલાકાત લીધી, વિદ્યાર્થી તરીકે લેબર પાર્ટીમાં જોડાયા, જાણો કોણ છે ઓસ્ટ્રેલિયાના નવા PM એન્થોની અલ્બેનીઝ

|

May 22, 2022 | 11:49 AM

2001થી ઑસ્ટ્રેલિયાના સૌથી વધુ ફુગાવાના દર અને મકાનોની વધતી કિંમતો વચ્ચે, લેબર પાર્ટીએ વધુ નાણાકીય સહાય અને સારી સામાજિક સુરક્ષાનું વચન આપ્યું છે.

રાજકારણમાં આવતા પહેલા ભારતની મુલાકાત લીધી, વિદ્યાર્થી તરીકે લેબર પાર્ટીમાં જોડાયા, જાણો કોણ છે ઓસ્ટ્રેલિયાના નવા PM એન્થોની અલ્બેનીઝ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ

Follow us on

ઓસ્ટ્રેલિયામાં (Australia) યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આઉટગોઇંગ વડાપ્રધાન સ્કોટ મોરિસન (Scott Morrison) આ ચૂંટણી હારી ગયા છે. દેશની લેબર પાર્ટીના નેતા એન્થોની અલ્બેનીસ (Anthony Albanis)દેશના નવા વડાપ્રધાન બનવાના છે. તેમની પાર્ટીએ 151 સભ્યોની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 73 સીટો જીતી છે. આ રીતે ઓસ્ટ્રેલિયાના વર્તમાન વડાપ્રધાન સ્કોટ મોરિસનનો લગભગ એક દાયકાનો કાર્યકાળ સમાપ્ત થશે. તેણે પોતાની હાર સ્વીકારી લીધી છે. વિપક્ષના નેતા અલ્બેનીઝ દેશના 31માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. અત્રે નોંધનીય બાબત એ છે કે લેબર પાર્ટી 2007 પછી પ્રથમ વખત વિજયી બની છે.

મોરિસને કહ્યું, મને લાગે છે કે આ દેશમાં નિશ્ચિતતા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે આ દેશ આગળ વધે તે ખૂબ જ જરૂરી છે. 2001થી ઑસ્ટ્રેલિયાના સૌથી વધુ ફુગાવાના દર અને મકાનોની વધતી કિંમતો વચ્ચે, લેબર પાર્ટીએ વધુ નાણાકીય સહાય અને સારી સામાજિક સુરક્ષાનું વચન આપ્યું છે. પાર્ટીએ લઘુત્તમ વેતન વધારવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે. વિદેશ નીતિના મોરચે, પાર્ટીએ પેસિફિક ડિફેન્સ સ્કૂલની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં પડોશી દેશોના સૈનિકોને તાલીમ આપવામાં આવશે. લેબર પાર્ટીએ પણ 2050 સુધીમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 43 ટકાના ઘટાડા સાથે ક્લાઈમેટ ચેન્જ પર પોતાનું વલણ વ્યક્ત કર્યું છે.

એન્થોની અલ્બેનીઝ કોણ છે?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એન્થોની અલ્બેનીઝ એક વિદ્યાર્થી તરીકે લેબર પાર્ટીમાં જોડાયા. સાંસદ બનતા પહેલા તેઓ પાર્ટીના અધિકારી અને સંશોધન અધિકારી તરીકે કામ કરતા હતા. અલ્બેનીઝ 1996માં પ્રથમ વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાયા હતા. તે વર્ષે તેણે ગ્રેન્ડલરની ન્યૂ સાઉથ વેલ્સ સીટ જીતી. 2001 માં, અલ્બેનીઝને પ્રથમ વખત શેડો કેબિનેટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2007ની ચૂંટણીમાં લેબર પાર્ટી જીત્યા બાદ અલ્બેનીઝને ગૃહના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને પ્રાદેશિક વિકાસ અને સ્થાનિક સરકારના મંત્રી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અલ્બેનીઝ 2013માં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન હતા. તેમણે 2007 થી 2013 દરમિયાન કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. અલ્બેનીઝ દેશના પ્રથમ ઈટાલિયન-ઓસ્ટ્રેલિયન પીએમ બનવા જઈ રહ્યા છે. માનવામાં આવે છે કે તેઓ 23 મેના રોજ શપથ લેશે. વડા પ્રધાન પદ સંભાળ્યા પછી, તેમનું પ્રથમ કાર્ય ટોક્યોમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવાનું છે. ટોક્યોમાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળશે.

અલ્બેનીઝનું જીવન એકદમ સાદું રહ્યું છે. તે તેની માતાનું એકમાત્ર સંતાન હતું. તેમની માતાએ તેમને જાહેર હાઉસિંગ એસ્ટેટમાં પેન્શન પર ઉછેર્યા હતા. તે હજુ પણ તેના બાળપણના ઉપનામ, આલ્બોથી ઓળખાય છે. ટાઈમના અહેવાલ અનુસાર, અલ્બેનીઝે કહ્યું કે તે ત્રણ વસ્તુઓ માટે ખૂબ જ આદર ધરાવે છે. આમાં કેથોલિક ચર્ચ, લેબર પાર્ટી અને દક્ષિણ સિડની રેબિટોહ્સ (વ્યાવસાયિક રગ્બી લીગ ટીમ)નો સમાવેશ થાય છે. અલ્બેનીઝ ભારત સાથે પણ સંબંધ ધરાવે છે. તે ભારતને સારી રીતે જાણે છે.

ભારતમાં હાજર ઓસ્ટ્રેલિયન હાઈ કમિશને જણાવ્યું કે 1991માં તે ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેણે દેશના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળે પણ તેમના નેતૃત્વમાં 2018માં ભારતની મુલાકાત લીધી હતી.

Published On - 11:49 am, Sun, 22 May 22

Next Article