“બેગાની શાદી મેં ઇમરાન દીવાના”, ટૂલકીટ કેસમાં પાકિસ્તાનની ચંચુપાત

|

Feb 16, 2021 | 10:22 AM

પાકિસ્તાનને પોતાની તકલીફો સામે ભલે લડતા ના આવડે. પરંતુ આવાર નવાર ભારતના મુદ્દાઓ પર ટીકા ટિપ્પણી કરતુ રહેતું હોય છે. તાજેતરમાં પાકે ટૂલકીટ મુદ્દે ઝેર ઓક્યું.

બેગાની શાદી મેં ઇમરાન દીવાના, ટૂલકીટ કેસમાં પાકિસ્તાનની ચંચુપાત
ઇમરાન ખાન

Follow us on

પાકિસ્તાને ફરી એકવાર ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો છે. વડા પ્રધાન ઇમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ સોમવારે ટ્વિટ કરીને ક્લાઈમેટ એક્ટીવિસ્ટને સમર્થન આપ્યું. અને કહ્યું કે નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શાસનમાં ભારત પોતાની સામેના ઉઠતા તમામ અવાજોને મૌન કરવામાં વિશ્વાસ રાખેછે. આ સિવાય ઇમરાન ખાન સરકારના ઓફિશિયલ હેન્ડલ પરથી એક ક્લિપ પણ ટ્વિટ કરવામાં આવી હતી, જેમાં દિશાની ધરપકડ કરીને લઈ જતા જોવા મળી રહ્યા છે.

#IndiaHijackTwitter સાથે કરી ટ્વિટ
તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ લખ્યું કે, “વિરોધીઓ તે જ રીતે શાંત કરવામાં આવી રહ્યા છે જે રીતે જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવ્યા હતા. ક્રિકેટરો અને ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કરીને નેરેટીવ ઉભું કરવું શરમજનક છે. પરંતુ હવે તેમણે ટ્વિટર ટૂલકીટ કેસમાં દિશા રવિની પણ ધરપકડ કરી છે. ” ઇમરાનની પાર્ટીએ સાથે #IndiaHijackTwitter નો ઉપયોગ કર્યો. જણાવી દઈએ કે દિશા રવિને બેંગલુરુથી દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેમને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. દિશા રવિ પર નિકિતા જૈકબ અને શાંતનુ સાથે મળીને ટૂલકીટ શેર કરવાના આરોપ છે, જે ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરવામાં આવેલી.

તમારી પાસે કોઈ અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

ટ્વિટ

નિકિતા જૈકબે આગોતરા જામીન માટે કરી અરજી
ટૂલકીટ કેસમાં આરોપી વકીલ નિકિતા જૈકબે બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. મંગળવારે હાઇકોર્ટ આ મામલે સુનાવણી કરશે. દિલ્હી કોર્ટે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યા પછી નિકિતાએ આ પગલું ભર્યું હતું. દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શનને લગતા ટૂલકિટના કેસમાં દિલ્હી પોલીસે મુંબઇના ગોરેગાંવમાં નિકિતાના ઘરની મુલાકાત લીધી હતી. અને તપાસ કરી હતી. એફઆઈઆર નોંધાયા બાદ ધરપકડ ટાળવા માટે નિકિતાએ સોમવારે મુંબઇ હાઇકોર્ટમાં ટ્રાન્ઝિટ આગોતરા જામીનની અરજી કરી. નિકિતા જૈકબે ચાર અઠવાડિયા માટે તેની ધરપકડ રોકવાની માં કરી છે. જેથી તે સંબંધિત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી શકે. વકીલે આ કેસમાં તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી, પરંતુ જસ્ટિસ પી.ડી. નાઈકની સિંગલ બેંચે મંગળવારે સુનાવણી માટે તારીખ નક્કી કરી છે.

Published On - 9:53 am, Tue, 16 February 21

Next Article