ગજબ ! મહિલાઓને આપવામાં આવ્યો 10 બાળકોને જન્મ આપવાનો આદેશ, મળશે 13 લાખ રૂપિયા

|

Aug 18, 2022 | 3:50 PM

નવા નિર્દેશ અનુસાર, દસ બાળકોને જન્મ આપવા અને તેમના જીવનનિર્વાહ માટે સરકાર માતાઓને સાડા 13 હજાર પાઉન્ડ (એટલે ​​કે ભારતીય ચલણમાં લગભગ 13 લાખ રૂપિયા) આપશે.

ગજબ ! મહિલાઓને આપવામાં આવ્યો 10 બાળકોને જન્મ આપવાનો આદેશ, મળશે 13 લાખ રૂપિયા
Symbolic Image
Image Credit source: NATALIA DERIABINA/SHUTTERSTOCK

Follow us on

રશિયા (Russia)માં ઘટતી વસ્તીના સંકટને જોતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ખૂબ જ ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે દેશની મહિલાઓને 10 કે તેથી વધુ બાળકોને જન્મ આપવાની ઓફર કરી છે. નવા નિર્દેશ અનુસાર, દસ બાળકોને જન્મ આપવા અને તેમના જીવનનિર્વાહ માટે સરકાર માતાઓને સાડા 13 હજાર પાઉન્ડ (એટલે ​​કે ભારતીય ચલણમાં લગભગ 13 લાખ રૂપિયા) આપશે. એવું માનવામાં આવે છે કે પુતિને રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine War)ના કારણે ઉભી થયેલી વસ્તી વિષયક કટોકટીને પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ આદેશ જાહેર કર્યો છે. જોકે, નિષ્ણાતો તેને હતાશામાં લીધેલો નિર્ણય માની રહ્યા છે.

આપને જણાવી દઈએ કે કોરોના મહામારી સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે યુકે, રશિયામાં વસ્તી સંકટ ઉભું થયું છે. આનો સામનો કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને આ અનોખી ઓફર કરી છે. પુતિન કહે છે કે જો દરેક મહિલા દસ બાળકોને જન્મ આપે છે અને તેમને જીવિત રાખે છે, તો સરકાર તેમને ‘મધર હીરોઈન’ યોજના હેઠળ ઈનામ તરીકે 13 લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ સન્માન મેળવવા માટે, સ્ત્રી રશિયન ફેડરેશનની નાગરિક હોવી આવશ્યક છે. સરકારના નિર્દેશ અનુસાર, જો કોઈ માતા ઈમરજન્સી કે આતંકવાદી હુમલામાં પોતાનું બાળક ગુમાવે છે તો પણ તે આ એવોર્ડની હકદાર રહેશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મધર હિરોઈન એવોર્ડ

રશિયન રાજકારણ અને સુરક્ષા નિષ્ણાત ડૉ. જેની મેથર્સે નવી રશિયન ઈનામ યોજના વિશે જણાવ્યું, જેને ‘મધર હીરોઈન’ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ પુતિને ઘટતી જતી વસ્તીને દૂર કરવાના માર્ગ તરીકે તેની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે કોરોનાથી મૃત્યુના ચિંતાજનક આંકડાઓ બાદ યુક્રેન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 50 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે. ડૉ. જેન્ની અનુસાર, પુતિન હંમેશા કહેતા આવ્યા છે કે રશિયામાં વધુ સભ્યો ધરાવતા પરિવારો વધુ દેશભક્ત છે. આપને જણાવી દઈએ કે સોવિયત યુગનો આ એવોર્ડ તે મહિલાઓને આપવામાં આવે છે જેમના 10 કે તેથી વધુ બાળકો હતા. હાલમાં, રશિયાની વસ્તી ઘટીને 14 કરોડ થઈ ગઈ છે. પુતિન સરકાર મધર હીરોઈન એવોર્ડ દ્વારા લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

Next Article