Pakistan News: લાહોરમાં રેલી દરમિયાન ભભૂકી ઉઠી હિંસા, 2500 ટીયર ગેસના સેલ છોડયા, 2 પોલીસકર્મી સહિત 6ના મોત

|

Oct 23, 2021 | 9:24 AM

પાકિસ્તાનના (Pakistan) લાહોરમાં (Lahor)શુક્રવારે એક રેલી દરમિયાન હિંસા ભભૂકી ઉઠી હતી. આ હિંસક અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Pakistan News: લાહોરમાં રેલી દરમિયાન ભભૂકી ઉઠી હિંસા, 2500 ટીયર ગેસના સેલ છોડયા, 2 પોલીસકર્મી સહિત 6ના મોત
File photo

Follow us on

પાકિસ્તાનના (Pakistan) લાહોરમાં (Lahor)શુક્રવારે એક રેલી દરમિયાન હિંસા ભભૂકી ઉઠી હતી. આ હિંસક અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હકીકતમાં, શુક્રવારે ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબૈક દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી.

પાકિસ્તાન સરકારને ( Pakistan Goverment) આ પ્રદર્શનની પહેલાથી જ જાણ હતી. તેથી પોલીસ પહેલાથી જ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એક જ હતો કે પ્રદર્શનકારીઓને ઈસ્લામાબાદ આવતા રોકવાનો. હવે આ જ હેતુને પરિપૂર્ણ કરવા માટે પોલીસ દ્વારા 2500 ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન તહરીક-એ-લબ્બેકના ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બે પોલીસ કર્મચારીઓના મોત થયા હતા.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે સાદ રિઝવીની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાનમાં ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે રિઝવીએ પણ તેમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આમ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની મુક્તિ માટે શુક્રવારે આ પ્રદર્શન થયું હતું.જેમાં મોટા પાયે હિંસા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 લોકો ખરાબ રીતે ઘાયલ પણ થયા છે, જેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

આ સમયે લાહોરમાં મોટા પાયે ઘેરાબંધી કરવામાં આવી છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંને પર કન્ટેનર લગાવવામાં આવ્યા છે. ટીટીપીના વિરોધીઓ આગળ ન વધી શકે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો પાકિસ્તાન સરકારે સમયસર પોતાનું એક વચન પૂરું કર્યું હોત તો આ હિંસા ટાળી શકાઈ હોત.

આ સમયે જ્યારે રિઝવીને ટીટીપીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. તેની સાથે તેણે ફ્રેન્ચ રાજદૂતને હાંકી કાઢવાની પણ અપીલ કરી હતી. તે માંગ બાદ જ પાકિસ્તાન સરકારે નેશનલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારબાદ સ્પીકરે ફ્રાન્સના રાજદૂતની હકાલપટ્ટી અંગે એક સમિતિની રચના કરી અને વિપક્ષ અને સરકાર બંનેને આ મુદ્દાને વાટાઘાટો દ્વારા ઉકેલવા નિર્દેશ આપ્યો.

પરંતુ હજુ સુધી એક પણ બેઠક મળી નથી અને આ માંગણી અધુરી રહી છે. પરિણામ એ આવ્યું કે શુક્રવારે લાહોરમાં થયેલી આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો  : US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો

આ પણ વાંચો : Uttar Pradesh: અઢી લાખ ખેડૂતોનો પાક ખરાબ થતાં યોગી સરકાર ચૂકવશે 77 કરોડ 88 લાખ રૂપિયાનું વળતર

Next Article