ફેસબુક, ટ્વિટર બાદ હવે YOUTUBE પણ ગયુ ટ્રમ્પના હાથમાંથી, વીડિયો પોસ્ટ કર્યા બાદ હિંસા ભડકી હતી

ફેસબુક, ટ્વિટર બાદ હવે YOUTUBE પણ ગયુ ટ્રમ્પના હાથમાંથી, વીડિયો પોસ્ટ કર્યા બાદ હિંસા ભડકી હતી
ટ્રમ્પની Youtube ચેનલ થઇ સસ્પેન્ડ

ફેસબુક, ટ્વિટર પર સસ્પેન્ડ થયા બાદ ટ્રમ્પને મોટો ઝાટકો લાગ્યો છે. બંને મોટા સોશિયલ મીડિયા બાદ માત્ર YouTubeમાં જ ટ્રમ્પનું અકાઉન્ટ બચ્યું હતું. જેને કંપની દ્વારા એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 13, 2021 | 12:13 PM

ફેસબુક, ટ્વિટર પર સસ્પેન્ડ થયા બાદ ટ્રમ્પને મોટો ઝાટકો લાગ્યો છે. બંને મોટા સોશિયલ મીડિયા બાદ માત્ર YouTubeમાં જ ટ્રમ્પનું અકાઉન્ટ બચ્યું હતું. જેને કંપની દ્વારા એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક અઠવાડિયા બાદ અકાઉન્ટ વિષે ફરી વિચાર કરવામાં આવશે.

Youtubeએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધી છે, અને કહેવામાં આવી રહ્યું છે કે સસ્પેન્ડનો સમય આગળ પણ વધારવાની શક્યતા છે. કંપનીએ મંગળવાર રાત્રે જણાવ્યું હારું કે પ્લેટફોર્મના રૂલ્સનું ઉલ્લંઘન થવાના કારણે આ પગલું ઉઠાવ્યું છે.

after Facebook and Twitter now Trump YOUTUBE channel got suspended

ફેસબુક, ટ્વિટર બાદ Youtube પણ ગયું

ટ્રમ્પની ચેનલ પર તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે હિંસા ભડકી હતી. YouTubeએ સીએનએનને કહ્યા અનુસાર તે વિડિઓ હવે ડિલીટ કરી દેવામાં આવ્યો છે. જો કે યુટ્યુબે ટ્રમ્પ પર લેવાયેલા આ નિર્ણય વિષે વધુ માહિતી નથી આપી. તેમજ જણાવ્યું હતું કે એક અઠવાડિયાનો સમય પુરો થયા પછી આગળના નિર્ણય માટે પુનર્વિચારણા કરવામાં આવશે.

યુટ્યુબ એકમાત્ર મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતું જ્યાં ટ્રમ્પને સસ્પેન્ડ નહોતો કરવામાં આવ્યો. આ પહેલા ફેસબુકે ટ્રમ્પના અકાઉન્ટને અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જ્યારે ટ્વિટર પર ટ્રમ્પ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati