‘… હું શું મરી ગઇ હતી ? ઈમરાન ખાને મારી સાથે લગ્ન કેમ ન કર્યા’ , એક્ટ્રેસનો વીડિયો વાયરલ

|

Aug 05, 2022 | 7:29 PM

પાકિસ્તાની અભિનેત્રી અને કોમેડિયન બુશરા અંસારી તેની મજાકિયા શૈલી માટે જાણીતી છે. તેની બોલ્ડ અને સ્પષ્ટવક્તા શૈલી તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. બુશરાનો એક વીડિયો વાયરલ થયો છે.

... હું શું મરી ગઇ હતી ? ઈમરાન ખાને મારી સાથે લગ્ન કેમ ન કર્યા , એક્ટ્રેસનો વીડિયો વાયરલ
બુશરા અંસારીએ ઈમરાન ખાન પર કટાક્ષ કર્યો હતો

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan)એક વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી અને કોમેડિયન બુશરા અંસારીએ પીઢ ક્રિકેટર, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ)ના પ્રમુખ ઈમરાન ખાનના (Imran Khan) ત્રીજા લગ્ન પર ટોણો માર્યો છે. ઈમરાન ખાનની ત્રીજી પત્નીનું નામ બુશરા બીબી છે. તે જ સમયે, બુશરા અંસારી વાયરલ વીડિયોમાં કહી રહી છે, જો ત્રીજા લગ્ન પણ ‘બુશરા’ સાથે કરવાના હતા તો શું તે મરી ગઇ હતી ?

પાકિસ્તાની અભિનેત્રી અને કોમેડિયન બુશરા અંસારી તેની મજાકિયા શૈલી માટે જાણીતી છે. તેની બોલ્ડ અને સ્પષ્ટવક્તા શૈલી તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. બુશરાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનના ત્રીજા લગ્નની મજાક ઉડાવતી જોવા મળી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વીડિયોમાં બુશરા અંસારી કહી રહી છે કે જો તેણે બુશરા (બીબી) સાથે ત્રીજી વખત લગ્ન કરવાં હતા તો શું તે મરી ગઇ હતી ?

બુશરા અંસારી પાકિસ્તાની ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે, તેની સ્ટાઈલ દરેક ઉંમરની પેઢીઓને પસંદ છે. વાયરલ વીડિયોમાં તે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનના ત્રીજા લગ્નની મજાક ઉડાવી રહી છે.

ઈમરાન ખાનના ત્રીજા લગ્ન બુશરા બીબી નામની મહિલા સાથે થયા હતા. વાયરલ વીડિયોમાં તે કહી રહી છે, ‘એક દિવસ મારે તેને (ઈમરાન ખાન)ને મળવું જોઈએ અને પૂછવું જોઈએ… ઓ જાલિમા! જ્યારે તારે ત્રીજી વખત લગ્ન કરવાના હતા, ત્યારે તને બુશરા સાથે જ પરણવું હતું તો… ત્યારે હું કયાં મરી ગઇ હતી.

 


Dailypakistan.comના રિપોર્ટ અનુસાર, આ વીડિયો એવોર્ડ શો ‘જવાની ફિર નહીં આની’નો જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ, આ એવોર્ડ શો ક્યારે થયો તે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નથી. બાય ધ વે, બુશરા અંસારી એ મહિલાઓમાં સામેલ છે જેમણે ઈમરાન ખાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

બુશરા અંસારીએ પણ તેના પતિ ઈકબાલ અન્સારીથી છૂટાછેડા લીધા છે. બુશરા અંસારી પાકિસ્તાની ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે પીટીવીની આંગન તેરા, શો ટાઈમ, રંગ-તરંગ, ઈમરજન્સી વોર્ડ અને કોમેડી સિરીઝ ફિફ્ટી-ફિફ્ટીમાં કામ કર્યું છે. તેમને વર્ષ 1989માં પ્રેસિડેન્શિયલ પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.

તે જ સમયે, ઇમરાન ખાનના પ્રથમ લગ્ન 1995માં જેમિમા ગોલ્ડસ્મિથ સાથે અને બીજા લગ્ન પત્રકાર રેહમ ખાન સાથે થયા હતા.

Published On - 7:29 pm, Fri, 5 August 22

Next Article