કમલા હેરિસ પરત ફરતાની સાથે જ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર ફરીથી મિસાઈલ છોડી

|

Sep 29, 2022 | 8:22 PM

દક્ષિણ કોરિયાની(South Korea) સૈન્યએ કહ્યું કે ઉત્તર કોરિયાએ હેરિસની મુલાકાત દરમિયાન આ હુમલો કર્યો હતો. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હેરિસની મુલાકાત બાદ ઉત્તર કોરિયાએ આ મિસાઇલો છોડી છે.

કમલા હેરિસ પરત ફરતાની સાથે જ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર ફરીથી મિસાઈલ છોડી
કિમ જોંગ ઉન
Image Credit source: PTI

Follow us on

ઉત્તર કોરિયાએ (North Korea) ફરી એકવાર દક્ષિણ કોરિયા (South Korea)તરફ અજાણી બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missile)છોડી છે. દક્ષિણ કોરિયાની સૈન્યએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની (Kamala Harris) દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન આ મિસાઇલ છોડી હતી. હેરિસની દક્ષિણ કોરિયાની મુલાકાત પહેલા જ ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્રમાં બે અજાણી મિસાઇલો છોડી હતી, જેનાથી આ ક્ષેત્રમાં ચિંતા વધી હતી. દક્ષિણ કોરિયાની સૈન્યએ કહ્યું કે ઉત્તર કોરિયાએ હેરિસની મુલાકાત દરમિયાન આ હુમલો કર્યો હતો. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હેરિસની મુલાકાત બાદ ઉત્તર કોરિયાએ આ મિસાઇલો છોડી છે.

કમલા હેરિસ દક્ષિણ કોરિયાના પ્રવાસે હતી, જ્યાં તેણે બંને દેશો દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના ભારે કિલ્લેબંધીની પણ મુલાકાત લીધી હતી. જોકે તેમની મુલાકાત પહેલા જ ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ તેની પૂર્વીય જળસીમા તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ પહેલા બુધવારે દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે પણ ઉત્તર કોરિયા તરફથી મિસાઈલ પરીક્ષણનો દાવો કર્યો હતો. COS એ એમ પણ કહ્યું કે ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ વિશે કોઈ માહિતી આપી નથી.

દક્ષિણ કોરિયાની સરકાર દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ઉત્તર કોરિયા તરફથી ન તો પરીક્ષણની પહેલા કે પછી માહિતી આપવામાં આવી હતી. જો કે છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સલામતી માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

દક્ષિણ કોરિયાની સરકાર દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ઉત્તર કોરિયા તરફથી ન તો પરીક્ષણની પહેલા કે પછી માહિતી આપવામાં આવી હતી. જો કે છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું છે. તેમની મુલાકાત દરમિયાન કમલા હેરિસે દક્ષિણ કોરિયાની સુરક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. દક્ષિણ કોરિયામાં 28 હજારથી વધુ અમેરિકન સૈનિકો તૈનાત છે, જે દક્ષિણ કોરિયાની સેનાની સાથે દેશની સુરક્ષામાં લાગેલા છે. હેરિસની મુલાકાત દરમિયાન અમેરિકી સેના અને દક્ષિણ કોરિયાની સેનાએ સાથે મળીને સૈન્ય અભ્યાસ પણ કર્યો છે.

Published On - 8:17 pm, Thu, 29 September 22

Next Article