રશિયા-યુક્રેન યુદ્ધને પૂર્ણ કરી શકે છે ભારત, અમેરિકાના પ્રવક્તાએ PM મોદી માટે કહી આ વાત

|

Jan 07, 2023 | 1:06 PM

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમે રશિયાને જવાબદાર ઠેરવવા અને રશિયા પર દબાણ બનાવવા માટે શું કરી શકીએ તે અંગે અમે ભારત સાથે નિયમિત સંપર્કમાં છીએ. PM મોદીએ કરેલી વાત સાથે સહમત હોવાનું કહ્યું.

રશિયા-યુક્રેન યુદ્ધને પૂર્ણ કરી શકે છે ભારત, અમેરિકાના પ્રવક્તાએ PM મોદી માટે કહી આ વાત
અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસ
Image Credit source: ANI

Follow us on

ફેબ્રુઆરી 2022ના રશિયા યુદ્ધ વિરામ વચ્ચે પણ રશિયાની યુક્રેનમાં તબાહી, નથી રોકાઈ રહ્યા રોકેટ હુમલાએ આ યુદ્ધ શરૂ કર્યું હતું. પછી એવું માનવામાં આવતું હતું કે ટૂંક સમયમાં યુક્રેન આત્મસમર્પણ કરશે અને યુદ્ધનો અંત આવશે, પરંતુ તેમ થયું નહીં. હવે યુદ્ધે નિર્ણાયક વળાંક લેવાનું શરૂ કર્યું છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ સહિત તમામ દેશો યુક્રેનને આધુનિક હથિયારો સપ્લાય કરી રહ્યા છે. ભારત બંને દેશો વચ્ચેના યુદ્ધને શાંત કરવા માંગે છે. પીએમ મોદીએ જાહેર મંચ પર ઘણી વખત આ યુદ્ધ પૂર્ણ કરવા માટે કહી ચુક્યા છે. હવે અમેરિકા પણ શાંતિદૂતની ભૂમિકા ભજવવાની વાત કરી રહ્યું છે.

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણના પ્રશ્ન પર અમે ભારત સહિત અમારા તમામ સહયોગી અને ભાગીદારો સાથે ખૂબ નજીકથી વાતચીત કરી રહ્યા છીએ. PM મોદીએ દ્વિપક્ષીય બેઠકમાં પુતિનને કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી અને દેશોએ કૂટનીતીથી આ યુદ્ધનો ઉકેલ શોધવો જોઈએ. પ્રાઇસ મુજબ, અમે યુક્રેન વિરુદ્ધ રશિયન આક્રમણના પ્રશ્ન પર ભારત સહિત અમારા તમામ સહયોગી અને ભાગીદારો દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ.

ભારત સાથે અમે સહમત: અમેરિકા

પ્રેસ વાર્તામાં પ્રાઇસે કહ્યું કે, ભારત સાથે અમે સહમત છીએ કે યુક્રેનમાં કાયમીક શાંતિ થવી જરૂરી છે. આ એ જ સંદેશ છે જે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ G-20 દરમિયાન કહ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન સાથે સહમત છે કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી. પ્રાઈસે કહ્યું કે અમે યુક્રેનના લોકો માટે ભારતના સમર્થનનું સ્વાગત કરીએ છીએ. ભારતે માનવતાની વાત કરી છે અને યુક્રેન સામે રશિયાના ક્રૂર યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની હાકલ કરી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ભારત ભજવી શકે છે મહત્વની ભૂમિકા

પ્રાઈસે કહ્યું કે, અમારું માનવું છે કે ભારત જેવા દેશો, જેમના રશિયા અને યુક્રેન બંને સાથે સારા સંબંધો રાખે છે, તેઓ વાતચીત અને કૂટનીતિથી યુદ્ધનો અંત લાવી શકે છે. વધુમાં ઉમેર્યુ કે, યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધથી વિશ્વભરના દેશો પ્રભાવિત થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરતા નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.

અમે ભારત સાથે સંપર્કમાં: અમેરિકા

નેડ પ્રાઈસે કહ્યું કે, અમે રશિયાને જવાબદાર ઠેરવવા અને યુદ્ધ માટે રશિયા પર વધારાનો ખર્ચ લગાવવા માટે અમે શું કરી શકીએ તે અંગે અમે ભારત સાથે નિયમિત સંપર્કમાં છીએ. અમે હંમેશા સમાન નીતિ અભિગમને રહી શકતા નથી. વધુમાં કહ્યું કે તે ભારત સાથેની અમારી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના કેન્દ્રમાં છે.

Next Article