Russia-Ukraine conflict: અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન રશિયા-યુક્રેન સંઘર્ષ પર રાત્રે 11:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, રશિયા પર મોટા પ્રતિબંધોનું કરી શકે છે એલાન

યુએસ પ્રમુખ જો બિડેન રશિયા-યુક્રેન સંઘર્ષ પર રાત્રે 12:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

Russia-Ukraine conflict: અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન રશિયા-યુક્રેન સંઘર્ષ પર રાત્રે 11:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, રશિયા પર મોટા પ્રતિબંધોનું કરી શકે છે એલાન
US President Joe Biden ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:04 PM

Russia-Ukraine conflict: યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન રશિયા-યુક્રેન સંઘર્ષ પર આજે રાત્રે 11:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે સંબોધન દરમિયાન બિડેન રશિયા પર પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે. યુક્રેન સંકટને લઈને બ્રિટને રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. બ્રિટને રશિયાની 5 મોટી બેંકો પર પ્રતિબંધ મૂક્યો. તે જ સમયે, જર્મનીએ રશિયન પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કર્યો. બીજી તરફ જાપાને પણ રશિયા પર પ્રતિબંધો લાદવાની વાત કરી છે. વાસ્તવમાં અમેરિકાએ વિશ્વને રશિયા વિરુદ્ધ એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે.

બીજી તરફ રશિયાની સંસદે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સૈન્ય કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. રશિયન મીડિયા અનુસાર LPR અને DPR માં મિલિટરી ઓપરેશન કરી શકાય છે. નાટોએ કહ્યું છે કે રશિયા યુક્રેન પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે અમારા 100થી વધુ ફાઈટર જેટ એલર્ટ પર છે. દરમિયાન, નાટો વડાએ કહ્યું છે કે પુતિનના સૈનિકો બેરેકમાંથી નીકળી ગયા છે. રશિયન સૈનિકો યુક્રેન પર હુમલો કરવા તૈયાર છે.

સમગ્ર ડોનબાસ પર રશિયાનો અધિકાર – પુતિન

નાટોએ કહ્યું કે હુમલો કરવામાં ક્યારેય મોડું થતું નથી. બીજી તરફ પુતિનનો સૌથી મોટો ચહેરો સામે આવ્યો છે. તેણે કહ્યું છે કે સમગ્ર ડોનબાસ પર રશિયાનો અધિકાર છે. આને યુદ્ધની ઘોષણા ગણો. તેમણે કહ્યું કે મિન્સ્ક કરાર સમાપ્ત થઈ ગયો છે. પુતિને વધુમાં કહ્યું કે યુક્રેનના પરમાણુ હથિયારો સૌથી મોટો ખતરો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

યુક્રેન પર હુમલો કરવાનો સ્પષ્ટ રસ્તો

રશિયન સંસદના ઉપલા ગૃહે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સંસદની મંજૂરીએ રશિયા માટે યુક્રેન પર જોરદાર હુમલો કરવાનો માર્ગ મોકળો કર્યો. પુતિને આ અંગે સંસદના ઉપલા ગૃહને પત્ર લખ્યો હતો. પુતિને એક દિવસ પહેલા જ યુક્રેનના બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી હતી. અગાઉ, પશ્ચિમી નેતાઓએ કહ્યું હતું કે રશિયન સૈનિકો યુક્રેનના પૂર્વ ભાગમાં પહોંચી ગયા છે. સાથે જ અમેરિકાએ રશિયાના આ પગલાને હુમલો ગણાવ્યો છે.

આ પણ વાંચો: વિશ્વએ રશિયા પર પ્રતિબંધો શરૂ કર્યા, બ્રિટને 5 બેંકો પર લગાવ્યા પ્રતિબંધ અને જર્મનીએ રશિયન ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કર્યો

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીવી પર ચર્ચા કરવા માંગે છે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન, મતભેદો દૂર કરવાનો મૂક્યો પ્રસ્તાવ

g clip-path="url(#clip0_868_265)">