તાઈવાન સાથે યુદ્ધની શક્યતા વચ્ચે બાયડેને ચીનને આપી ચેતવણી, કહ્યું- હુમલો થશે તો અમેરિકા પણ સૈન્ય હસ્તક્ષેપ કરશે

|

May 23, 2022 | 5:45 PM

રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે તાઇવાન સામે બળનો ઉપયોગ કરવાનું ચીનનું (China) પગલું માત્ર અયોગ્ય જ નહીં, પરંતુ તે સમગ્ર પ્રદેશને વિસ્થાપિત કરશે અને યુક્રેનમાં લેવાયેલા પગલાં જેવું જ હશે.

તાઈવાન સાથે યુદ્ધની શક્યતા વચ્ચે બાયડેને ચીનને આપી ચેતવણી, કહ્યું- હુમલો થશે તો અમેરિકા પણ સૈન્ય હસ્તક્ષેપ કરશે
અમેરીકાની ચીનને ખુલ્લી ચેતવણી

Follow us on

ઘણા સમયથી તાઈવાન પર ચીનના (China)હુમલાની અટકળો ચાલી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીને હુમલાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તે કોઈપણ સમયે તાઈવાન (Taiwan) પર હુમલો કરી શકે છે. ચીન અને તાઈવાન વચ્ચેના સંબંધો હંમેશાથી ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા છે. ચીને તાઈવાનની એરસ્પેસમાં ઘણી વખત ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. તેની સરહદ નજીક યુદ્ધ કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે, હવે અમેરિકાએ (America) જિનપિંગને ચીનની કોઈપણ કાર્યવાહી પર રોક લગાવવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. યુદ્ધ પહેલા જ અમેરિકાએ ચીનને તાઈવાન માટે રક્ષણાત્મક ઢાલ બનીને સંભવિત યુદ્ધનું પરિણામ જણાવ્યુ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ (US President Joe Biden) જો બાયડેને સોમવારે કહ્યું કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા ચોક્કસપણે દખલ કરશે. બાયડેને કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા (Russia Ukraine War)  બાદ સ્વ-શાસિત દ્વીપની રક્ષા કરવાનું દબાણ વધુ વધી ગયું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તાઇવાન સામે બળનો ઉપયોગ કરવાનું ચીનનું પગલું માત્ર અન્યાયી જ નહીં, પરંતુ તે સમગ્ર પ્રદેશને વિસ્થાપિત કરશે અને તે યુક્રેનમાં લેવાયેલા પગલાં જેવું જ હશે.

બાયડેન જાપાનના પ્રવાસે છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમેરિકા દ્વારા આપવામાં આવેલ આ નિવેદન છેલ્લા કેટલાક દાયકાઓમાં તાઈવાનના સમર્થનમાં આપવામાં આવેલા સૌથી મજબૂત નિવેદનોમાંનું એક છે. ‘વન ચાઈના’ નીતિ હેઠળ અમેરિકા બેઈજિંગને ચીનની સરકાર તરીકે માન્યતા આપે છે. તેના તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો નથી. જો કે, તેના તાઇવાન સાથે અનૌપચારિક સંપર્કો છે. અમેરિકા આ ​​ટાપુની રક્ષા માટે લશ્કરી સાધનો પણ પૂરા પાડે છે. બાયડેને પોતાના જાપાન પ્રવાસના બીજા દિવસે ટોક્યોમાં બોલતા આ નિવેદન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તાઈવાન પ્રત્યે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. બિડેને કહ્યું, ‘અમારી નીતિ બદલાઈ નથી.’

અમેરિકામાં આર્થિક મંદી અનિવાર્ય – બાયડેન

તે જ સમયે, ટોક્યોમાં હાજર બાયડેને સોમવારે 12 ઇન્ડો-પેસિફિક દેશો સાથે એક નવો વેપાર સોદો શરૂ કર્યો, જેનો હેતુ તેમની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો છે. તેમણે અમેરિકન નાગરિકોને વધતી મોંઘવારી પર ચેતવણી આપતા કહ્યું કે આ મોરચે રાહત મેળવતા પહેલા તેમને થોડી પીડા સહન કરવી પડશે. બાયડેને એમ પણ ઉમેર્યું હતું કે તેમને નથી લાગતું કે યુ.એસ.માં આર્થિક મંદી અનિવાર્ય છે. એટલે કે મંદીથી બચવાની તક છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથેની વાતચીત બાદ પત્રકાર પરિષદમાં બાયડેને સ્વીકાર્યું કે અમેરિકી અર્થતંત્રમાં સમસ્યાઓ છે. જોકે આ સમસ્યાઓ બાકીના વિશ્વની સરખામણીમાં ઓછી છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિને સાજા થવામાં થોડો સમય લાગશે, પરંતુ અમેરિકામાં હવે મંદી ટાળી શકાય તેમ નથી તેવા વિચારને ફગાવી દીધો.

Published On - 5:45 pm, Mon, 23 May 22

Next Article