કોરોના: અમેરિકામાં પણ લોકડાઉનમાં છુટ, ટ્રમ્પે વેક્સીનને લઈને કર્યો આ દાવો

|

Sep 29, 2020 | 12:43 PM

કોરોના વાયરસ મહામારીનું સંકટ દુનિયાભરમાં છે. અમેરિકામાં આ મહામારીએ સૌથી વધારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસના કારણે 1,450થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી 11 લાખથી વધારે લોકો આવી ચૂક્યા છે. ત્યારે એક અહેવાલ મુજબ અત્યાર સુધી આ મહામારીના કારણે કુલ 67 હજારથી વધુ લોકોના મોત […]

કોરોના: અમેરિકામાં પણ લોકડાઉનમાં છુટ, ટ્રમ્પે વેક્સીનને લઈને કર્યો આ દાવો

Follow us on

કોરોના વાયરસ મહામારીનું સંકટ દુનિયાભરમાં છે. અમેરિકામાં આ મહામારીએ સૌથી વધારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસના કારણે 1,450થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી 11 લાખથી વધારે લોકો આવી ચૂક્યા છે. ત્યારે એક અહેવાલ મુજબ અત્યાર સુધી આ મહામારીના કારણે કુલ 67 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે અમેરિકામાં આજથી ધીરેધીરે સ્થિતી નોર્મલ કરવામાં આવશે. ઘણા રાજ્યોએ બજારો અને દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. ટેકસાસ જેવા રાજ્ય સિનેમા ઘર, બાર, રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપી ચૂક્યા છે. અમેરિકામાં લગભગ 35 રાજ્યોએ લોકડાઉન ખોલવાનો પ્લાન રજૂ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે અમેરિકા પુરી રીતે ખુલવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ વર્ષના અંત સુધી અમેરિકાની પાસે કોરોના વાયરસની વેક્સીન હશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે છેલ્લા 2 મહિનામાં અમેરિકામાં બધુ કામકાજ ઠપ પડી ગયુ છે. આ કારણે 2 કરોડથી વધારે લોકો નોકરી પણ ગુમાવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:14 am, Mon, 4 May 20

Next Article