અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ, ભારતીય અર્થવ્યવસ્થા માટે ડબલ ટેન્શન

|

Jan 04, 2020 | 4:33 AM

અમેરિકી એર સ્ટ્રાઈક પછી ઈરાનના વધતાં ટેન્શનની વચ્ચે કાચા તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 3 ડૉલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો છે. શુક્રવારે કારોબાર દરમિયાન તે 70 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો અને 68.76 ડૉલર પ્રતિ બેરલ પર બંધ થયો. આ સમાચાર સામે આવ્યા પછી રૂપિયો ડૉલરના મુકાબલે 44 પૈસા કમજોર થઈને 71.81 પ્રતિ ડૉલર […]

અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ, ભારતીય અર્થવ્યવસ્થા માટે ડબલ ટેન્શન

Follow us on

અમેરિકી એર સ્ટ્રાઈક પછી ઈરાનના વધતાં ટેન્શનની વચ્ચે કાચા તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 3 ડૉલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો છે. શુક્રવારે કારોબાર દરમિયાન તે 70 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો અને 68.76 ડૉલર પ્રતિ બેરલ પર બંધ થયો. આ સમાચાર સામે આવ્યા પછી રૂપિયો ડૉલરના મુકાબલે 44 પૈસા કમજોર થઈને 71.81 પ્રતિ ડૉલર પર બંધ થયો. કાચા તેલની કિંમતમાં ઉછાળાથી આર્થિક સુસ્તીનો સામનો કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે ટેન્શન વધી શકે છે.

મિડલ ઈસ્ટ એશિયામાં ટેન્શન વધવું ભારત માટે મોટી મુશ્કેલી છે. પહેલા તેલનો ભાવ વધી જશે અને બીજુ તેલનો પુરવઠો વિક્ષેપિત થશે, ત્યારે આ બેઘણી ઝડપથી મોંઘુ થવા લાગશે. મોંઘા તેલના કારણે ઘરેલુ બજેટ પર તેની અસર થશે અને લોકો અન્ય પ્રકારના ખર્ચ પર કંટ્રોલ કરવા લાગશે. ભારતીય અર્થવ્યવસ્થા ખર્ચમાં કટોકટીની સમસ્યાથી પહેલેથી ઝઝુમી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે. 70 ટકા તેલની આયાત OPEC દેશોથી થાય છે. સાથે જ કુલ આયાતનો બે તૃતીયાંશ ભાગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે. વૈશ્વિક ટેન્શન વધવાના કારણે જો તેલની આયાત વિક્ષેપિત થાય છે તો તેલ મોંઘુ થઈ જશે જેની વ્યાપક અસર થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

OPEC દેશોમાં સૌથી વધારે તેલનું ઉત્પાદન ઈરાક કરે છે અને તે દરરોજ 4.7 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. સાઉદી અરબ, કુવૈત અને ઈરાન મળીને દરરોજ 15 મિલિયન તેલનું ઉત્પાદન કરે છે. મુશ્કેલી એ છે કે સમગ્ર વિશ્વમાં તેલની સપ્લાઈનો મુખ્ય રસ્તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે અને ઈરાન વારંવાર ધમકી આપે છે કે જો યુદ્ધની સ્થિતી બનશે તો તે આ રસ્તાથી સપ્લાઈ બંધ કરી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article