Breaking News : ટ્રમ્પનું ઈરાનને આખરી અલ્ટીમેટમ, કહ્યું, કોઈ પણ શરત વગર શરણાગતિ સ્વીકારો તો જ યુદ્ધનો અંત આવશે…

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસે બિનશરતી શરણાગતિની માંગ કરી છે, જેથી અમેરિકા-ઈરાન સંઘર્ષનો અંત આવે. તેમણે 'MIGA' સૂત્ર સાથે ઈરાનને આર્થિક રીતે મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

Breaking News : ટ્રમ્પનું ઈરાનને આખરી અલ્ટીમેટમ, કહ્યું, કોઈ પણ શરત વગર શરણાગતિ સ્વીકારો તો જ યુદ્ધનો અંત આવશે...
| Updated on: Mar 06, 2026 | 9:15 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારતું નથી, ત્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાનો નથી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ શાંતિ કરાર તે જ સમયે શક્ય બનશે જ્યારે ઈરાન સંપૂર્ણ રીતે શરણાગતિ સ્વીકારશે.

શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારી લે, તો ત્યાં નવું, વધુ સ્વીકાર્ય અને સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ ત્યારબાદ અમેરિકા અને તેના સહયોગી દેશો ઈરાનને ફરીથી આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સહકાર આપશે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં ઈરાનને આર્થિક રીતે વધુ શક્તિશાળી અને વિકાસશીલ બનાવવાની શક્યતા છે. તેમણે પોતાના સંદેશમાં “ઈરાનને ફરીથી મહાન બનાવો” (MIGA) નો સૂત્ર આપ્યો, જે તેમના અગાઉના લોકપ્રિય સૂત્ર “અમેરિકાને ફરીથી મહાન બનાવો” (MAGA) પરથી પ્રેરિત છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ઈરાનનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે જો ત્યાં નવી અને સ્થિર નેતાગીરી ઉભી થાય.

બ્રેન્ટ ક્રૂડના ભાવ $90 પાર

ટ્રમ્પના નિવેદન બાદ વૈશ્વિક તેલ બજારમાં પણ તેની અસર જોવા મળી. તેમની પોસ્ટ પછી વિશ્વના અગ્રણી બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તેજી આવી અને તે પ્રતિ બેરલ $90ને વટાવી ગયા. નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે ઈરાન પાસેથી બિનશરતી શરણાગતિની માંગ કરી છે. ગયા વર્ષે જૂન મહિનામાં પણ તેમણે ઈરાન પર સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ચર્ચા કરતી વખતે આવી જ માંગ કરી હતી.

સુપ્રીમ લીડર અંગે ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પે ઈરાનના આગામી સુપ્રીમ લીડર અંગે પણ નિવેદન આપ્યું હતું. ‘એક્સિઓસ’ને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું કે જેમ તેઓ વેનેઝુએલાની રાજકીય પરિસ્થિતિમાં સામેલ રહ્યા હતા, તેમ તેઓ ઈરાનના નવા નેતાની પસંદગીમાં પણ ભૂમિકા ભજવવા ઇચ્છે છે.

ટ્રમ્પે ખાસ કરીને અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીની સંભવિત ઉત્તરાધિકારી તરીકે ટીકા કરી હતી. તેમના મતે મોજતબા ખામેની આ પદ માટે યોગ્ય નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ એવા નેતાને જોવા માંગે છે જે ઈરાનમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે. તેમણે ચેતવણી આપી કે જો નવો નેતા ખામેનીની હાલની નીતિઓ જ ચાલુ રાખશે, તો ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધ થવાની શક્યતા ઊભી થઈ શકે છે.

અહેવાલો મુજબ, ઈરાન તરફથી નવા સુપ્રીમ લીડરની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

તેહરાનમાં ઈઝરાયલનો મોટો હુમલો

આ વચ્ચે શુક્રવારે ઈઝરાયલની વાયુસેનાએ તેહરાનમાં એક મહત્વપૂર્ણ લશ્કરી ઠેકાણે મોટો હુમલો કર્યો હતો. માહિતી અનુસાર આશરે ૫૦ ઈઝરાયલી લડાકુ વિમાનોએ મધ્ય તેહરાનમાં સ્થિત ઈરાની નેતૃત્વ કમ્પાઉન્ડની નીચે આવેલા ભૂગર્ભ બંકર પર ૧૦૦થી વધુ બોમ્બ ફેંક્યા હતા.

આ બંકર ખાસ કરીને ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની માટે બનાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ વરિષ્ઠ ઈરાની અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો. આ ભૂગર્ભ નેટવર્ક તેહરાન શહેરની અનેક શેરીઓની નીચે ફેલાયેલું હતું અને તેમાં અનેક પ્રવેશદ્વાર તેમજ મીટિંગ રૂમ બનાવવામાં આવ્યા હતા.

ટ્રમ્પના ગળા સુધી પહોંચી ગયો ઈરાની કમાન્ડર, પછી જે થયું એ ચોંકાવનારું

Follow Us
Loading...
Unable to load recommendations.