
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ભારતમાં ઊંચા ટેરિફ દરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને ટેરિફ કિંગ પણ ગણાવ્યો હતો. આ બધા વચ્ચે, હવે તેમના તાજેતરના નિવેદન દ્વારા, તેમણે ભારતની વેપાર નીતિઓને સૌથી કઠિન ગણાવી છે. હવે ટ્રમ્પે ભારત માટે પણ નવી નીતિઓ લાગુ કરી છે, ત્યારે એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે ભારત ટ્રમ્પના આ નાણાકીય હુમલાઓનો કેવી રીતે સામનો કરે છે. રશિયા સાથે ભારતના સંબંધોથી નારાજગી? તાજેતરના વર્ષોમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ઘણો સુધારો થયો હતો, પરંતુ ટેરિફ પર ટ્રમ્પનું વલણ અલગ છે કારણ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત વિશેના તીખા શબ્દોમાં, નવી દિલ્હીના રશિયા સાથેના ગાઢ સંબંધો સૌથી મહત્વપૂર્ણ છે. તેમનું કહેવું છે કે ભારત રશિયા સાથે શું કરે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. ટ્રમ્પે ભારતના અર્થતંત્રે ડેડ ઈકોનોમી ગણાવતા કહ્યુ છે કે તેમની મરણપથારીએ પડેલી અર્થવ્યવસ્થાને એકસાથે તોડી શકે છે, તેનાથી મને કોઈ ફરક પડતો નથી. ભારતભરમાં...